Bipasha Basu Love Life: કહેવાય છે ને કે, પ્રેમ એ દુનિયાનું સૌથી સુંદર વરદાન છે. પરંતુ દરેકના જીવનમાં તેનો અનુભવ અલગ-અલગ હોય છે. કેટલાકને પ્રેમમાં સુખ મળ્યું તો કેટલાકને ઘણું દુ:ખ મળ્યું. બોલીવુડના એવા ઘણા સિતારા છે જેમની લવ લાઈફ સફળ ન રહી હોય. જેમાં વાત કરીએ તો, બિપાશા બાસુ અને જોન અબ્રાહમ પણ એક સમયે એકબીજાના પ્રેમમાં હતા. બંને વચ્ચે પ્રેમ એટલો બધો હતો કે, ટૂંક સમયમાં તેઓ લગ્ન પણ કરવાના હતા. પરંતુ પછી એક રાતની ભૂલે બધું બદલી નાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપાશા અને જ્હોનના બ્રેકઅપના સમાચાર જ્યારે આવવા લાગ્યા ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાય ગયા. અને ટૂંક સમયમાં જ બંને માટે આ સંબંધનો અર્થ બદલાઈ ગયો. બિપાશાએ પ્રેમમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હતો.


જ્હોન બિપાશા સાથે કર્યો દગોઃ
જ્હોન અને બિપાશાએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી એક ફિલ્મ જિસ્મ હતી. કહેવાય છે કે, અહીંથી જ આ બંને વચ્ચે પ્રેમની શરૂઆત હતી. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. તેમનો સંબંધ 10 વર્ષ સુધી ચાલ્યો. બધાને લાગતું હતું કે, આ કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે પરંતુ જ્હોને બિપાશાને દગો આપ્યો. નવા વર્ષના પ્રસંગે જ્હોને રાત્રે તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું, આ વર્ષ તમારા જીવનમાં પ્રેમ અને ખુશીઓ લાવે. લવ જ્હોન અને પ્રિયા અબ્રાહમ. એવું કહેવાય છે કે, આ ટ્વીટ ભૂલથી થઈ ગયું હતું. જેને જ્હોને પછીથી ડિલીટ કરી દીધું હતું. પરંતુ ત્યાં સુધીમાં તે ટ્વીટ ખુબ જ વાયરલ થઈ ગયું હતું.


બિપાશાને લાગ્યો ઝટકોઃ
આ ટ્વિટના સમાચાર બિપાશા સુધી પણ પહોંચ્યા અને તે સ્તબ્ધ થઈ ગઈ હતી. કારણ કે, બિપાશાને ખબર નહોતી કે તેને છોડીને જ્હોન પ્રિયા સાથે સંબંધમાં છે. આખરે સત્ય સામે આવ્યા પછી તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તે આ સંબંધમાંથી બહાર નીકળી ગઈ અને પછી બંને ક્યારેય સાથે જોવા મળ્યા નહીં. આમ જ્હોનના વિશ્વાસઘાતને કારણે આ સંબંધ તૂટી ગયો.