Bipasha Karan Daughter: બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તાજેતરમાં જ એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે. બિપાશાની પુત્રી 'દેવી'ના જન્મ બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન પાઠવ્યા. દેવીના આગમન બાદ બિપાશાના ઘરમાં ખૂબ જ ઉજવણી થઈ રહી છે. બિપાશા અને કરણની દીકરીની એક ઝલક જોવા ચાહકો ક્યારના રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બિપાશાએ ચાહકોની આ ઈચ્છા પણ પૂરી કરી છે. તેણે પોતાની પુત્રી દેવીની તસવીર પોસ્ટ કરી છે. દેવીની તસવીર ચાહકોનું દિલ જીતી રહી છે.


બિપાશા-કરણે દેખાડી દીકરી દેવીની ઝલક
બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી દેવીની પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં બિપાશા સાથે તેનો પતિ કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને બારી પાસે પોતાની દીકરીને ગોદમાં લઈને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે કરણે દીકરીનો હાથ પકડી રાખ્યો છે. બીજી તરફ, બિપાશા તેની પ્રિય પુત્રીને જોઈ રહી છે. આ તસવીર પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે દીકરીના જન્મ બાદ તેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube