Happy Birthday: રણબીર કપૂર સાથે બ્રેક અપ બાદ ભાંગી પડી હતી દીપિકા, પણ આ મંત્રએ જીવનમાં સફળ બનાવી
ગોલીઓ કી રાસલીલા-રામલીલા, પદ્માવત, અને બાજીરાવ મસ્તાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાના અભિનયથી બધાને કાયલ કરનારી દીપિકા પાદૂકોણનો આજે 34મો જન્મદિવસ છે. તેણે મોડલિંગમાં જબરદસ્ત સફળતા મેળવ્યાં બાદ હિમેશ રેશમિયાના પોપ આલ્બમ `આપ કા સુરૂર`થી અભિનય શરૂ કર્યો હતો. દીપિકાએ 2006માં અભિનેતા ઉપેન્દ્ર સાથે કન્નડ ફિલ્મમાં કામ કરતા પહેલી ફિલ્મ એશ્વર્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યાર બાદ 2007માં તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ `ઓમ શાંતિ ઓમ`થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આમ તો દીપિકાએ પોતાની કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે દીપિકા પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પરંતુ એક સમયે તેનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું.
નવી દિલ્હી: ગોલીઓ કી રાસલીલા-રામલીલા, પદ્માવત, અને બાજીરાવ મસ્તાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાના અભિનયથી બધાને કાયલ કરનારી દીપિકા પાદૂકોણનો આજે 34મો જન્મદિવસ છે. તેણે મોડલિંગમાં જબરદસ્ત સફળતા મેળવ્યાં બાદ હિમેશ રેશમિયાના પોપ આલ્બમ 'આપ કા સુરૂર'થી અભિનય શરૂ કર્યો હતો. દીપિકાએ 2006માં અભિનેતા ઉપેન્દ્ર સાથે કન્નડ ફિલ્મમાં કામ કરતા પહેલી ફિલ્મ એશ્વર્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યાર બાદ 2007માં તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આમ તો દીપિકાએ પોતાની કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે દીપિકા પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પરંતુ એક સમયે તેનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું.
એક સમય એવો પણ હતો કે દીપિકા અને રણબીર કપૂર પ્રેમી પંખીડા હતાં. તેમના કિસ્સા બોલિવૂડમાં ફેમસ હતાં. બંને પોતાના પ્રેમને છડે ચોક દર્શાવતા હતાં. રણબીર કપૂરના પ્રેમમાં પાગલ દીપિકાએ તેના નામનું ટેટુ પણ બનાવડાવ્યું હતું. પરંતુ આ બંનેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ અને રણબીર કપૂરના જીવનમાં કેટરિના કૈફની એન્ટ્રી થઈ. દીપિકા રણબીરને ખુબ જ પ્રેમ કરતી હતી. આથી તે તે સમયે ડીપ્રેશનમાં પણ સરી પડી હતી.
થોડા વર્ષો પહેલા દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાના જીવનની સ્ટ્રગલ અને ડિપ્રેશનના ફેઝ અંગે પોસ્ટ શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેના પિતાએ તેને સંઘર્ષના સમયે મોટિવેટ કર્યા હતાં. દીપિકાએ લખ્યું હતું કે તે જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે તેના પિતાએ તેને કહ્યું હતું કે જીવનમાં બેસ્ટ બનવા માટે હંમેશા ત્રણ ડી યાદ રાખો. ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટરમિનેશન. તમારા હ્રદયનું સાંભળો. અને તમારા પેશનને ફોલો કરો. સ્પોર્ટ્સે મને શીખવાડ્યું કે અસફળતાઓને કેવી રીતે હેન્ડલ કરવી. તેણે એ પણ શીખવાડ્યું કે સફળતાને કેવી રીતે હેન્ડલ કરવી. મને જમીન સાથે જોડાયેલી રાખી. તેણે મને વિનમ્રતા શીખવાડી. બે વર્ષ પહેલા મને ડિપ્રેશન થયું હતું અને હું તેમા ડૂબતી જતી હતી. મેં લગભગ હાર સ્વીકારી લીધી હતી પરંતુ મારા અંદરના એથલીટે મને લડવાની તાકાત આપી અને હાલ માનવા દીધી નહીં.
દીપિકાએ આગળ લખ્યું હતું કે આથી હું દરેક છોકરીને, છોકરાને, સ્ત્રી, પુરુષને કહેવા માંગુ છું કે સ્પોર્ટ્સ રમો. કારણ કે તેણે મારું જીવન બદલી નાખ્યું. તે તમને પણ બદલી નાખશે. સ્પોર્ટ્સે મને શીખવાડ્યું કે કેવી રીતે સર્વાઈવ થવાનું છે. તેણે મને ફાઈટ કરતા શીખવાડ્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં જોવા મળશે. જેમાં તેણે એસીડ એટેક સર્વાઈવરની ભૂમિકા ભજવી છે. છપાક ફિલ્મથી તે પ્રોડક્શનમાં પણ ડગ મારી રહી છે.