કપૂરપરિવારનો `હિરો` : ફ્લોપ કરિયર, સુપરહિટ પિતા સાથે ઝઘડા અને ડિવોર્સી અંગત લાઇફમાં પસાર થયું જીવન
પિતા રાજ અને કૃષ્ણાનું સૌથી નાનું સંતાન હોવાના કારણે તેને બહુ લાડકોડ મળ્યા હતા પણ તેનું જીવન જોઈએ તો એ ફ્લોપ કરિયર, પિતા સાથે ઝઘડા અને ડિવોર્સી અંગત લાઇફમાં પસાર થયું છે
મુંબઈ : આજે રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનો જન્મદિવસ છે. રાજીવનો જન્મ 25 ઓગસ્ટ, 1962ના દિવસે મુંબઈમાં ચેમ્બુર ખાતે થયો હતો. મોંમાં ચાંદીના ચમચી સાથે જન્મેલો રાજીવ પિતા રાજ અને કૃષ્ણાનું સૌથી નાનું સંતાન હોવાના કારણે તેને બહુ લાડકોડ મળ્યા હતા પણ તેનું જીવન જોઈએ તો એ ફ્લોપ કરિયર, પિતા સાથે ઝઘડા અને ડિવોર્સી અંગત લાઇફમાં પસાર થયું છે.
[[{"fid":"230010","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આરતી સભરવાલ (ડાબે) અને રાજીવ કપૂર
લેખક મધુ જૈનના પુસ્તક ‘ધ કપૂર્સ’માં જણાવ્યાં અનુસાર, રાજ કપૂરે પોતાના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મથી લોન્ચ કર્યો હતો. ફિલ્મ તો હીટ રહી પણ તેનો ફાયદો રાજીવને નહીં પણ ઝરણા નીચે નાહતી મંદાકિનીને મળ્યો. ફિલ્મ જેમ-જેમ સફળ થતી ગઈ તેમ-તેમ રાજીવ કપૂર પિતાથી નારાજ થતો ગયો. આ ફિલ્મ બાદ રાજીવ કપૂર અને રાજ કપૂરમાં સંબંધોમાં અંટસ પડી ગઈ હતી. ‘રામ તેરી ગંગા મૈલી’ માત્ર રાજકપૂર અને મંદાકિનીના આસપાસ જ ફરતી રહી. રાજીવ કપૂરને આ ફિલ્મના હિટ થવા પર પણ કોઈ લાભ ન થયો પણ મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ અને રાજીવ કપૂર ત્યાંને ત્યાં જ રહ્યો. આ માટે રાજીવ કપૂરે હંમેશા પિતા રાજ કપૂરને જ દોષિત માન્યા છે. દોષનો ટોપલો પિતા રાજ કપૂર પર નાંખ્યો. રાજીવ કપૂર ઈચ્છતો હતો કે પિતા ‘રામ તેરી ગંગા મૈલી’ બાદ તેની માટે એક બીજી ફિલ્મ બનાવે. જોકે રાજ કપૂરે આમ ન કર્યું.
રાજીવ 1999થી ફિલ્મ્સથી દૂર છે. વર્ષ 2001માં 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયા હતાં. ડિવોર્સ પછી રાજીવનું નામ દિવ્યા રાણા અને નગ્મા જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું પણ હાલમાં તે એકલવાયો છે.