Koffee With Karan 8: બોલીવુડ ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. શોના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. જેમના નિવેદનના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા અને લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. હવે આ શોના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળશે. આ બંને ભાઈઓ પણ કોફી વિથ કરનમાં ઘણા બધા ખુલાસા કરવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dunki Teaser: શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર ડંકી ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ


જોકે હાલ તો ચર્ચા બોબી દેઓલના નવા પ્રોજેક્ટને લઈને થઈ રહી છે. કોફી વિથ કરનમાં બોબી દેઓલએ પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ખુલાસો કર્યો હતો. બોબી દેઓલ એ જણાવ્યું હતું કે તે શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાનના ડાયરેક્શનમાં બની રહેલા શોનો એક ભાગ છે. આર્યન ખાનનો ડેબ્યુ શો સ્ટારડમ હશે. જેમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. આર્યન ખાનના ડાયરેક્શનમાં બનનાર આ પહેલો શો હશે જેના 6 એપિસોડ હશે. 


આ પણ વાંચો: KGF ફેમ અભિનેત્રીએ શેર કરી એવી બોલ્ડ તસવીરો કે જોનારની અટકી જાય નજર અને શ્વાસ


આર્યન ખાને ડાયરેક્શન ઉપરાંત આ શો લખ્યો પણ છે. આ શોમાં બોબી દેઓલ સિવાય અન્ય સ્ટારકાસ્ટમાં કયા કયા કલાકારો છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. જણાવી દઈએ કે બોબી દેઓલ આ પહેલા રેડ ચીલીના બે પ્રોજેક્ટ લવ હોસ્ટેલ અને ક્લાસ ઓફ 83 માં કામ કરી ચૂક્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો બોબી દેઓલની ફિલ્મ એનિમલ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર અને રશ્મિકા મંદના તેમજ અનિલ કપૂર જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.


આ પણ વાંચો: Riddhima Kapoor: રિદ્ધિમા કપૂર એક્ટિંગમાં કરશે ડેબ્યૂ, આ OTT પ્લેટફોર્મ પર આવશે શો