ફિલ્મોમાં બોલ્ડનેસની હદ વટાવી ચૂકી હતી આ હિરોઈન, આજે ગુમનામીમાં જીવે છે આવી જિંદગી
Udita Goswami Life Facts: એક જાહેરાતમાં ઉદિતાને જોઈને પૂજા ભટ્ટે તેને ફિલ્મ `પાપ` માટે સાઈન કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સામે જોન અબ્રાહમ લીડ રોલમાં હતો
Udita Goswami Then And Now: અભિનેત્રી ઉદિતા ગોસ્વામીને તેના અભિનય કરતાં ફિલ્મોમાં તેના બોલ્ડ દ્રશ્યો માટે વધુ યાદ કરવામાં આવે છે. ઉદિતાએ 'પાપ' અને 'જહર' જેવી ફિલ્મોમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. જોકે, ફિલ્મોમાં બોલ્ડનેસ ઉમેરીને ખૂબ લાઇમ લાઈટ મેળવનારી ઉદિતા આજે મોટા પડદાથી સંપૂર્ણપણે દૂર છે. જો કે આજે આપણે ઉદિતા ગોસ્વામી વિશે વાત કરીશું અને જાણીશું કે અભિનેત્રી અત્યારે ક્યાં છે? અને તેણે કોની સાથે લગ્ન કર્યા હતા?
દિલ્હીની સુપર મોડલ ઉદિતા ગોસ્વામી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદિતા ગોસ્વામીને બાળપણથી જ મોડલિંગ અને એક્ટિંગનો શોખ હતો. આ શોખ પૂરો કરવા માટે ઉદિતા 16 વર્ષની ઉંમરે ઉત્તરાખંડથી દિલ્હી આવી હતી. દિલ્હી આવ્યા પછી, ઉદિતાએ મોડેલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને ટૂંક સમયમાં તેને પેપ્સી અને ટાઇટન વૉચ વગેરે જેવી ઘણી મોટી બ્રાન્ડની જાહેરાતો મળી. આવી જ એક જાહેરાતમાં ઉદિતાને જોઈને પૂજા ભટ્ટે તેને ફિલ્મ 'પાપ' માટે સાઈન કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સામે જોન અબ્રાહમ લીડ રોલમાં હતો. જોકે, આ ફિલ્મ ખાસ ચાલી શકી ન હતી.
થાઈલેન્ડમાં એવું તો શું છે કે દરેક ગુજરાતી મર્દને નામ સાંભળીને ગુદગુદી થઇ જાય છે!
ગુજરાતની જેલો બની કેદીઓના અય્યાશીનો અડ્ડો : સરપ્રાઈઝ ચેકિંગમાં એવું એવું મળ્યું કે..