નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દેશના લોકોનો સૌથી પ્રિય શો છે. શોનું દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોની લોકપ્રિયતા પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. એવામાં શોમાં વધુ એક સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રી બાદ ભારે ચકચાર મચી ગઈ છે. આ અભિનેત્રી છે અર્શી ભારતી (Arshi Bharti), જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


શું છે અર્શી ભારતીનું પાત્ર
બાય ધ વે, શોમાં બ્યુટિફૂલ સુંદરીઓની કોઈ કમી નથી. મુનમુન દત્તાથી લઈને સુનૈના ફોજદાર સુધી સૌ સુંદરતાના મામલે એકબીજાને ટક્કર આપે છે. આ દરમિયાન આ શોમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કેટલાક એપિસોડથી જોવા મળે છે. આ શોમાં અર્શી ભારતીની એન્ટ્રી મહેતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube