COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Sushmita Sen Mithun Chakraborty Bold Scene: બોલિવૂડ ફિલ્મોમાં લવમેકિંગ સીન ફિલ્માવવા સામાન્ય વાત છે. ઘણા સ્ટાર્સ આ દ્રશ્યો કરવામાં આરામદાયક ફીલ કરે છે અને કેટલાક નથી કરી શકતા. ઘણી વખત એવા પ્રસંગો પણ આવે છે જ્યારે સ્ટાર્સ આ લવમેકિંગ સીન્સમાં એટલા ખોવાઈ જાય છે કે તેમને ખ્યાલ પણ નથી આવતો કે આ ફિલ્મ છે અને વાસ્તવિકતા નથી. ફિલ્મ ચિંગારીના શૂટિંગ દરમિયાન પણ કંઈક આવું જ બન્યું હતું. આ ફિલ્મમાં સુષ્મિતા સેન અને મિથુન ચક્રવર્તીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી જેમાં સુષ્મિતાએ ખૂબ જ બોલ્ડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તે સેક્સ વર્કરના રોલમાં હતી. ફિલ્મમાં સુષ્મિતાએ મિથુન દા સાથે કેટલાક લવમેકિંગ સીન પણ શૂટ કર્યા હતા, જેના શૂટિંગ દરમિયાન ઘણો હોબાળો થયો હતો.


સુષ્મિતા સેટ છોડીને જતી રહી હતી-
પહેલી વાત એ છે કે સુષ્મિતા મિથુન દા સાથે બોલ્ડ સીન આપવામાં બિલકુલ કમ્ફર્ટેબલ ન હતી, તેથી તેણે મેકર્સને કહ્યું હતું કે તે આવો કોઈ સીન શૂટ નહીં કરે. પરંતુ સુષ્મિતાએ મેકર્સની ઈચ્છા ને માની અને ફિલ્મ ખાતર આવા સીન કરવા માટે સંમત થવું પડ્યું.જ્યારે આ સીન શૂટ કરવામાં આવ્યો ત્યારે સુષ્મિતાએ ફાઈનલ ટેક થતાં જ સેટ છોડી દીધો હતો. બાદમાં સુષ્મિતાએ મિથુન દા પર સીનના શૂટિંગ દરમિયાન તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે બેકાબૂ બની ગયા હતા અને તેમને ભાન ન હતું.


સુષ્મિતાએ મિથુનની ખોલી હતી પોલ-
તેણે આ અંગે ફિલ્મની દિગ્દર્શક કલ્પના લાજમીને પણ ફરિયાદ કરી હતી પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે સુષ્મિતા ગુસ્સે થઈ ગઈ. કલ્પનાએ તેને સમજાવ્યું હતું કે મિથુન એક સિનિયર એક્ટર છે અને તેણે જાણી જોઈને આવું કંઈ કર્યું નથી. સુષ્મિતા સહમત ન થઈ અને આખો મામલો મીડિયામાં લીક કરી દીધો, જેના પછી મિથુનની ખૂબ ટીકા થઈ. જોકે, બાદમાં સુષ્મિતાએ મિથુન દાની માફી માંગી અને મામલો શાંત પાડ્યો હતો