નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું આજે (5 જૂન) નિધન થઇ ગયું છે. દિનયાર 79 વર્ષના હતા. તે ખૂબ બિમાર હતા. તેમણે બોલીવુડની ઘણી સુપરહિટ ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર દિનયારના અંતિમ સંસ્કાર મુંબઇના વર્લી સ્થિત પ્રેયર હોલમાં બપોરે 3.30 વાગે કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો વધતી જતી ઉંમરમાં થનાર બિમારીઓના લીધે મૃત્યું થયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિનયાર 'ખિલાડી', 'દરાર', 'બાદશાહ' 'બાઝીગર' અને '36 ચાઇના ટાઉન'' જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FY 2018-19 માટે ITR ફાઇલ કરવાની તારીખ વધારવામાં આવી શકે છે, આ રહ્યું કારણ


મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં પહેલીવાર આ લોકોને મળશે આર્થિક સર્વેક્ષણ


11 જૂને લોન્ચ થશે Samsung Galaxy M40, જાણો કિંમત અને ફીચર્સ


તો બીજી તરફ મહિલા તથા બાલ કલ્યાણ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરી પોતાની સંવેદના શેર કરી. તેમણે ટ્વિટર પર લખ્યું કે 'તે જ્યાં પણ ગયા હોય, તેમણે હાસ્ય ફેલાવ્યું, તેમણે પોતાની બુદ્ધિ અને આકર્ષણની સાથે સ્ક્રીન અને આપણા જીવનને પ્રભાવિત કરવામાં આવ્યું છે. અમે તમારી ઉપસ્થિતિને યાદ કરીશું દીનાર ભાઇ. ઇશ્વર તમારી આત્માને શાંતિ આપે, પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાક્ટર.