મુંબઈઃ દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. ઇરફાન ખાનના અચાનક નિધનથી ફિલ્મ જગતની સાથે બધા ફેન્સ માટે શોકિંગ છે. માત્ર 54 વર્ષની ઉંમરે ઇરફાન ખાને દુનિયાને અલવિદા કહી દીધું છે. ઇરફાન ખાને પોતાના કરિયરમાં ઘણા રોલ કર્યાં હતા. ગંભીર રોલ હોય કે કોમેડી ઇરફાન ખાને પોતાની છાપ છોડી હતી. ઇરફાનનું વર્લ્ડ સિનેમામાં જબરદસ્ત યોગદાન રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા લોકો જાણતા હશે કે ઇરફાન ખાનનું આખુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન (Sahabzade Irfan Ali Khan) હતું. તેઓ રોયલ ફેમેલી સાથે સંબંધ ધરાવતા હતા. ઇરફાનને આટલુ લાંબુ નામ પસંદ નહતું. તેથી તેમણે પોતાના નામમાં ફેરફાર કર્યો હતો. તેમણે શાહબજાદે હટાવી દીધું અને ઇરફાનની સ્પેલિંગમાં વધારાનો આર જોડી દીધો હતો. ત્યારબાદ તેમના નામનો સ્પેલિંગ  Irrfan થઈ ગયો હતો. ઇરફાનને પોતાના નામમાં એક્સ્ટ્રા આરનો સાઉન્ડ ખુબ પસંદ હતો. તેથી નામમાં આર જોડવાની પાછળ કોઈ ન્યૂમેરોલી સાથે કનેક્શન નહોતું. 


દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો


પ્રથમ ફિલ્મમાં છવાયા હતા ઇરફાન ખાન
ઇરફાન ખાનના કરિયરની વાત કરીએ તો તેમની પ્રથમ ફિલ્મ સલામ બોમ્બે બકી, જે વર્ષ 1988માં રિલીઝ થઈ હતી. આમ તો તેમણે પોતાનું કરિયર ટીવીથી શરૂ કર્યું હતું. પ્રથમ ફિલ્મમાં જ ઇરફાને પોતાના અભિનયથી દિલ જીતી લીધું હતું. મીરા નાયરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ઇરફાન ખાને લેટર રાઇટરનો રોલ ભજવ્યો હતો. ખ્યાલ હોય તો સલામ બોમ્બેને એકેડમી એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેંગવેજ ફિલ્મ માટે નોમિનેશન મળ્યું હતું. દેશ વિદેશમાં સલામ બોમ્બેને ઘણા એવોર્ડ મળ્યા હતા. 


ઇરફાન ખાને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. જેમાં હાસિલ, કસૂર, પીકૂ, ધ નેમસેક, ગુમના, ગુનાહર, કસૂર, રોગ, લાઇફ ઓફ પાઇ, હિન્દી મીડિયમ, બ્લેકમેલ, કારવાં, પાન સિંગ તોમર, કરીબ કરીબ સિંગલ, સ્લમડોગ  મિલિનેયર જેવી ફિલ્મો સામેલ છે. ઇરફાને ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube