ગોપાલગંજ :બોલિવુડના ફેમસ એક્ટર પંકજ ત્રિપાઠી ((Pankaj Tripathi)) દિવાળીના પ્રસંગે પોતાના વડીલોનું ગામ ગોપાલગંજના બેલસંડમાં પહોંચ્યા છે. બોલિવુડ (Bollywood) ની ઝામકઝોળ વાળી જિંદગીથી દૂર તેઓ પોતાની ગામની માટીમાં પહોંચ્યા છે. પંકજ પોતાના ગામની આબોહવા બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ પર્યાવરણ (Environment) ને બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. પોતાના ગામના લોકોને વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવાની સલાહ આપી રહ્યાં છે.


દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંકજ ત્રિપાઠી હાલ મુંબઈની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલથી દૂર પોતાના ગામમાં શાંતિ મેળવવા પહોંચ્યા છે. તેઓ અહીં વૃક્ષારોપણ કરતા દેખાઈ રહ્યાં છે. તેઓ પોતાના સ્વજનો વચ્ચે લિટ્ટી ચોખા બનાવી રહ્યાં છે અને મિત્રો સાથે તેનો સ્વાદ ચાખી રહ્યાં છે.


પંકજ ત્રિપેઠી બરૌલી પ્રખંડના બેલસંડ ગામના રહેવાસી છે. દીવાળીની રજાઓમાં તેઓ પોતાના ઘરે આવ્યા છે. રોજ સવારે તેઓ ગામના રસ્તા પર નીકળી પડે છે. રસ્તા વચ્ચે આવતા ખેતરોની હરિયાળી નિહાળતા તેઓ બાદમાં વૃક્ષારોપણ કરવામાં લાગી જાય છે. 



તેઓએ જણાવ્યું કે, તેઓ ગામની ગલીઓમાં વૃક્ષારોપણ કરી રહ્યાં છે. દરેક 25 ફીટના અંતરે છોડ વાવવો તેમનું પ્લાનિંગ છે. તેઓએ પોતાના ગામમાં પીપળો, વડ, ગુલમહોર સહિત અનેક પ્લાન્ટ્સ લગાવ્યા છે. સરકાર પણ પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે, તેથી પ્લાન્ટ્સ લગાવવા બહુ જ જરૂરી છે. આગામી દિવસોમાં પર્યાવરણને બચાવવુ બહુ જ જરૂરી છે. આ કારણે તેઓ પણ પોતાનું યોગદાન આપી રહ્યાં છે.


તેઓ કહે છે કે, જો પર્યાવરણ નહિ બચે તો ઓક્સિજન ક્યાંથી લાવીશું. તેથી દેશના દરેક લોકોએ આ અભિયાનમાં જોડાવવું જોઈએ અને જાતે પ્લાન્ટ્સ લગાવવા જોઈએ. પ્લાન્ટેશન બાદ પંકજ ત્રિપાઠીએ ગોપાલગંજના પોતાના મિત્રો સાથે જાતે લિટ્ટી-ચોખા બનાવ્યા હતા. ગાયના ગોબરથી બનાવેલ ગેસ પર લિટ્ટી બનાવી હતી. પછી બટાકા અને રીંગણનું ચોખા બનાવીને બિહારની આ ફેમસ ડિશને પોતાના મિત્રો વચ્ચે બેસીને આરોગી હતી. પંકજ ત્રિપાઠીના હાથથી બનેલ આ રેસિપીને ચાખવા માટે જિલ્લા પોલીસ વડા મનોજ કુમાર તિવારી સહિત અનેક અધિકારીઓ અને ગામના લોકો સામેલ થયા હતા.


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :