Relationship Tips: આજના સમયમાં રિલેશનશિપ લાંબો સમય ચાલતા નથી. સંબંધોની શરૂઆત થાય છે અને થોડા સમયમાં જ સંબંધ તૂટી પણ જાય છે. બે વ્યક્તિ વચ્ચેના પ્રેમ સંબંધ તૂટે તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જેમકે ફેમિલી અને પર્સનલ બાબતોના લીધે રિલેશનશિપ પર અસર પડતી હોય છે. આ બધી બાબતો છતાં પણ આજની જનરેશનના રિલેશનશિપ ટકતા નથી. આવું શા માટે થાય છે તે અંગે તાજેતરમાં એક્ટર શાહિદ કપૂર એ કેટલીક વાત કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હેલ્થી રિલેશનશિપ એવા હોય છે જેમાં બે લોકોને એકબીજા માટે રિસ્પેક્ટ હોય અને એકબીજા પ્રત્યે લોયલ બનીને રહેતા હોય. બે વ્યક્તિ એકબીજા સાથે મુક્તમને વાત કરે તે પણ જરૂરી છે. જો કોઈ સમસ્યા હોય કે પછી મનમાં કોઈ વાત આવે તો તેમની પણ ચર્ચા કરી લેવી જોઈએ. પરંતુ આજના સમયમાં રિલેશનશિપમાં આ વસ્તુઓનો અભાવ હોય છે. 


રિલેશનશિપ ફેલ થવા અંગે એક્ટર શાહિદ કપૂર એ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. શાહિદ કપૂર એ કહ્યું કે, રિલેશનશિપમાં તમારે આપવું જોઈએ. જ્યારે તમે રિલેશનશિપથી અપેક્ષાઓ રાખવા લાગો અથવા તો માંગવા લાગો ત્યારે સંબંધ બગડી જાય છે અને સામેની વ્યક્તિ પણ પ્રેશર ફીલ કરે છે. રિલેશનશિપમાં કોઈપણ વસ્તુની ઈચ્છા રાખવી એ સામેની વ્યક્તિ પર પ્રેશર ક્રિએટ કરે છે. 


આ પણ વાંચો: પરણિત પુરુષે 4 પ્રકારની સ્ત્રીઓથી સો ફુટ દુર રહેવું, નહીં તો લગ્નજીવન થઈ જાય બરબાદ


શાહિદ કપૂરે એવું પણ કહ્યું કે, મોટાભાગના લોકો એવું માને છે કે આ તો તેમનો હક છે. પરંતુ જો હક હોય તો તે વસ્તુ સામેથી જ મળે. તેને માંગવાની ન હોય. જો કોઈ વસ્તુ માંગવી પડે તો તે રિલેશનશિપ માટે બરાબર નથી. રિલેશનશિપમાં કોઈ પણ વ્યક્તિ પર પણ હક જતાવી ન શકાય. જો વ્યક્તિ તમારી હશે તો તે તમારી થઈને જ રહેશે. અને જો તમારી સામેની વ્યક્તિ પર હક જતાવવો પડે તો સમજી લેવું કે તે વ્યક્તિ તમારા માટે છે જ નહીં. 


આ પણ વાંચો: જન્મથી જીદ્દી નથી હોતું બાળક, પેરેન્ટ્સની આ 3 ભુલ બાળકને બનાવે છે જીદ્દી


આ સામાન્ય વસ્તુ મોટાભાગના લોકોને હાર્ટ બ્રેક થયા પછી જ સમજાય છે. જેના કારણે લાઇફનું બેલેન્સ પણ બગડી જાય છે. લોકો હક જતાવવામાં એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે તમને ખબર રહેતી નથી કે હવે મુવ ઓન કેવી રીતે કરવું. 


શાહિદ કપૂર એવુ પણ કહ્યું કે જ્યારે રિલેશનશિપમાં હોય ત્યારે એકબીજાની સાથે ચાલવાનું હોય છે. તમે એ નક્કી નથી કરી શકતા કે સામેની વ્યક્તિ શું પસંદ કરશે અને શું નહીં. તમારે આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. જ્યારે તમે જ નક્કી કરવા લાગો છો કે સામેની વ્યક્તિને શું કરવું અને શું નહીં તો રિલેશનશિપ લાંબો સમય ટકશે નહીં.