BOLLYWOOD ACTORS BODYGAURDS: સિતારાઓની સુરક્ષા કરતા બોડીગાર્ડ પણ કોઈ સ્ટારથી ઓછા નથી, કરે છે કરોડોની કમાણી...!
કોઈ પણ રાજનેતા કે અભિનેતા કે પછી કોઈ પણ મોટા ઉદ્યોગપતિની સુરક્ષા માટે પ્રાઈવેટ બોડીગાર્ડ રાખવામાં આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બોલીવુડના સ્ટાર્સની સુરક્ષા કરતા બોડીગાર્ડ પણ કોઈ સેલિબ્રિટિથી કમ નથી. સલમાન, શાહરૂખ, અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર્સના બોડીગાર્ડનો પગાર સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્ટારડમ એ એક મોટી વસ્તુ છે. કોઈ અભિનેતાને આ મળ્યા પછી, તે સામાન્ય લોકોમાં બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, તેઓ તેમની સુવિધા માટે બોડીગાર્ડ રાખે છે. જેને મોટો પગાર ચૂકવવો પડે છે. તો ચાલો જાણીએ આ સ્ટાર બોડીગાર્ડના પગાર વિશે.
1. શેરા
શેરાને કોણ નહીં ઓળખે. શેરા બોલિલૂડ સ્ટાર સલમાન ખાનના બોડિગાર્ડ છે. અને શેરા પોતાની ટાઈગર સિક્યોરીટી ફર્મ નામની સિક્યોરીટી કંપની પણ ચલાવે. શેરા સલમાન માટે એટલા ખાસ છે કે તે સલુ સાથે દરેક જગ્યા પર હાજર હોય છે. અને સલમાન વર્ષે તેમને 2 કરોડ રૂપિયા ચુકવે છે.
2. પ્રકાશ સિંહ
અનુષ્કા શર્માના બોડીગાર્ડના નામ પ્રકાશ સિંહ છે. મૂવીનું પ્રમોશન ઈવેન્ટ હોઈ કે પછી શૂટિંગ પ્રકાશ અનુષ્કા સાથે દરેક જગ્યા સાથે રહે છે. જ્યારે, વિરાટ કોહલી સાથે લગ્ન બાદ પણ પ્રકાશ અનુષ્કા અને વિરાટને પ્રોટેક્ટ કરતા જોવા મળે છે. વાત કરવામાં આવે પ્રકાશની વાર્ષિક આવકની તો અનુષ્કા પ્રકાશને વર્ષે 1.2 કરોડ રૂપિયા ચુકવે છે.
3. દિપક સિંહ
દિપક સિંહ કેટરીના કેફનો બોડીગાર્ડ છે. પોતાની સિક્યોરિટી માટે કેટરીના દિપક સિંહ પર ખૂબ ભરોસો કરે છે. અને દિપક સિંહ પહેલા શાહરૂખ ખાનનો બોડિગાર્ડ પણ રહી ચુક્યો છે. કેટરીના કેફ દિપકને ફી પેટે વાર્ષિક 1 કરોડ રૂપિયા આપે છે.
WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની
4. કુમાર
કાયમ ચર્ચામાં રહેતી એવી કંગના રાનાવતના બોડીગાર્ડનું નામ કુમાર છે. એમ તો કંગનાને Y+ સિક્યોરીટી આપવામાં આવી છે. પરંતુ, કંગના પર્સનલ બોડીગાર્ડ પણ રાખે છે. કંગના પોતાના બોડીગાર્ડનો જન્મદિવસ દર વર્ષે સેલિબ્રેટ કરે છે અને તેને પોતાના ઘરનો સદસ્ય જ માને છે. કંગના કુમારને વાર્ષિક 90 લાખ રૂપિયા સેલેરી આપે છે.
5. રવિ સિંહ
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને રવિ સિંહ નામનો બોડીગાર્ડ પ્રોટેક્ટ કરે છે. છેલ્લા 9 વર્ષથી રવિ સિંહ શાહરૂખનો બોડીગાર્ડ છે અને કિંગ ખાનના દરેક નાના મોટા સેલિબ્રેશનમાં તેની હાજરી અચુત હોય છે. શાહરૂખ ખાન રવિને વાર્ષિક 2.6 કરોડ રૂપિયા ચુકવે છે.
6. જીતેન્દર શિંડે
અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ બહુ મોટી છે અને તેમની સિક્યોરીટી જીતેન્દર શિંડે નામનો બોડીગાર્ડ કરે છે. જિતેન્દરને અમિતાભ બચ્ચન વર્ષે 1.5 કરોડ રૂપિયા આપે છે.
7. શ્રેયશ ઢેલે
અક્ષય કુમાર ભલે કેટલા મોટા માર્શીયલ આર્ટિસ્ટ હોઈ પણ ભીડથી કેવી રીતે તેમને બચાવવા તેની જિમ્મેદારી શ્રેયશ ઢેલેની છે. અક્ષય કુમાર શ્રેયશને વર્ષે 1.2 કરોડ રૂપિયા આપે છે.
8. જલાલ
દિપીકા પાદુકોણના ખાસ બોડીગાર્ડનું નામ જલાલ છે. દિપીકા જલાલને એટલો ખાસ માને છે કે તે તેને દર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. દિપીકા અને રણવીર સિંહના લગ્ન ખૂબ જ ખાનગીમાં થયા હતા. જેમાં, કેટલાક સગા વ્હાલાઓને પણ આમંત્રણ નહોતું અપાયું પણ આ લગ્નમાં દિપીકાએ જલાલને ખાસ આમંત્રણ આપ્યું હતું. ત્યારે, સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ દિપીકા જલાલને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપે છે.
9. યુવરાજ ઘોરપોડે
મિસ્ટર પરફેકનિસ્ટની સિક્યોરીટી પણ એકદમ પરફેક્ટ જ હોવી જોઈએ. એટલે આમિર ખાને પોતાના બોડીગાર્ડ તરીકે યુવરાજ ઘોરપોડેને રાખ્યા છે. જે દરેક પરિસ્થિતીમાં આમિરને સિક્યોરીટી આપવા પર કટીબદ્ધ છે. અને આમિર વર્ષે તેને 2 કરોડ રૂપિયા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube