મિયામી : ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે યોજાનારી સીરીઝ પહેલા મિયામીમાં બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાનાં પતિ અને ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને મળવા પહોંચી છે અને આ દરમિયાન બંન્ને એક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. મિયામી  (Miami) ની બંન્નેની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે પૈકી એક તસ્વીરમાં બંન્ને એક એરપોર્ટ બસની અંદર બેઠેલા જોઇ શકાય છે. આ તસ્વીરોમાં અનુષ્કા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્ડ શર્ટમાં જોઇ શકાય છે જ્યારે વિરાટ વ્હાઇટ ટીશર્ટમાં બેસેલો જોઇ શકાય છે. એક અન્ય તસ્વીરમાં અનુષ્કાને વ્હાઇટ એન્ડ બ્લુ સ્ટ્રાઇપ્ડ પેંટ સુટમાં જોઇ શકાય છે અને આ સ્ટાર કપલ પોતાના ફેન્સ સાથે સેલ્ફી લેતા પણ જોઇ શકાય છે. 



બીજી એક તસ્વીરમાં વિરુષ્કાની જોડી પોતાનાં નજીકનાં મિત્રો સાથે ભોજન કરતી જોઇ શકાય છે. આ અગાઉ 31 વર્ષની આ અભિનેત્રી ઇંગ્લેડમાં ભારતીય વર્લ્ડ કપ (ICC World Cup 2019) માં પણ કોહલી સાથે જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચની સીરીઝ રમાઇ ચુકી છે. ત્રણ મેચની સીરીઝ પહેલા બે ટી20 મેચ ફ્લોરિડામાં જ રમાઇ છે. પહેલી મેચ 3 અને બીજી મેચ 4 ઓગષ્ટનાં રોજ રમાવાની છે. ત્યાર બાદ બંન્ને ટીમ બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે જે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે.