Bollywood Actress એવલિન શર્માએ ડૉ. તુષાન ભીંડી સાથે કર્યા લગ્ન, ઈંસ્ટાગ્રામ પર મુક્યો Kiss કરતો Photo
યે જવાની હૈ દિવાની ફેમ અભિનેત્રી એવલિન શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના મંગેતર ડૉ.તુષાન ભીંડી સાથે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં લગ્નના સાત ફેરા ફરી લીધા.
મુંબઈ: યે જવાની હૈ દિવાની ફેમ અભિનેત્રી એવલિન શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના મંગેતર ડૉ.તુષાન ભીંડી સાથે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં લગ્નના સાત ફેરા ફરી લીધા. એવલીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને તેની જાણકારી આપી છે.
એવલિને ફોટો પોસ્ટ કર્યો:
ફોટોમાં એવલિન પતિ તુષાનની સાથે છે. બંને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. એવલિને વ્હાઈટ કલરનું નેટ ગાઉન પહેર્યું છે. તો તુષાન વ્હાઈટ શર્ટ અને બ્લેક કોટ પેન્ટમાં છે. એવલિને ફોટો શેર કરતાં લખ્યું કે હંમેશા, તેણે હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.
કોરોનાના કારણે લગ્નમાં મોડું થયું:
એવલિને 15 મેના રોજ લગ્ન કર્યા હતા. તેણે ઓક્ટોબર 2019માં તુષાનની સાથે સગાઈ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને કિસ કરતો ફોટો તેણે પોસ્ટ કર્યો હતો. કપલ લગ્ન માટે પહેલાંથી યોજના બનાવી રહ્યું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે તેને ટાળી દીધી હતી. હવે તે એક ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે.
કોણ છે એવલિન શર્મા:
એવલિનનો જન્મ જર્મનીમાં થયો. તેના પિતા પંજાબી હિંદુ અને માતા જર્મનીના છે. 2012માં ફિલ્મ 'ફ્રોમ સિડની વીથ લવ'થી એવલિને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'નૌટંકી સાલા', 'મૈં તેરા હીરો', 'હિંદી મીડિયમ', 'જબ હેરી મેટ સેજલ', 'યે જવાની હૈ દિવાની' સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. 2019માં એવલિને પ્રભાસ તથા શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'સાહો'માં કામ કર્યું હતું.