નવી દિલ્હીઃ સૌથી પહેલાં આપણે વાત કરીશું આમિર ખાનની ફિલ્મ ગજનીથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ આસિનની. આસિને પોતાના કેરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની એક્ટિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આસિને બોલીવુડ જ નહીં પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે. પરંતુ આસિન જ્યારે સફળતાના શિખર પર પહોંચી ત્યારે તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેને બિઝનેસમેન રાહુલ શર્માની સાથે લગ્ન કર્યા છે. અને લગ્ન બાદ આસિને એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube