Happy Birthday Huma Qureshi: એક જાહેરાતે બદલી હતી હુમા કુરૈશીની કિસ્મત, વિવાદો સાથે છે જૂનો નાતો...
બોલીવુડની ઉમદા અદાકાર હુમા કુરૈશીનો આજે જન્મદિવસ છે. ત્યારે વાત કરીશું તેની ફિલ્મ સફર અને તેની લાઈફ સાથે જોડાયેલા ખાસ કિસ્સાઓની.
પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાથી હુમા કુરૈશીનો આજે જન્મદિવસ છે. બોલીવુડ સાથે સાઉથની ફિલ્મોમાં કામ કરીને હુમા કુરૈશીએ લોકોના દિલ જીત્યા છે. ઉમદા અભિનયના કારણે હુમાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હુમાના જન્મદિવસના મોકા પર જાણીશું તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
હુમા કુરૈશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્લીમાં થયો હતો. તેના પિતા રેસ્ટોરન્ટની ચેઈન ધરાવે છે. હુમાએ દિલ્લી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજથી ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તે દિલ્લીના થિયેટર ગ્રુપ સાથે પણ જોડાઈ. ફિલ્મોમાં આવતા પહેલા હુમાએ અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube