સારા અલી ખાનથી હેમા માલિની સુધીના સ્ટાર્સ પોતાને ફીટ રાખવા શું કરે છે? જાણીને કહેશો આતો આટલું સરળ છે!
નવી દિલ્લીઃ ભારતે દુનિયાને યોગની અનમોલ ભેટ આપી છે. હજારો વર્ષો પહેલાં ઋષિમુનિઓ યોગના સહારે જ ખાધા-પીતા વિના લાંબા સમય સુધી કઠોરથી કઠોર તપ કરતા હતાં. કોરોનાના કાળમાં વિશ્વસ્તરે જે મહામારીની સ્થિતિ ઉભી થઈ ત્યાર બાદ બધા લોકો હવે સ્વાસ્થ્ય અંગે સજાગ થઈ ગયાં છે. આખી દુનિયાએ યોગનો સ્વીકાર કર્યો છે. યોગ આજની દિનચર્યાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. યોગ તન, મન અને મસ્તિષ્તક માટે ફાયદાકારક છે. ત્યારે યોગ આપણને માત્ર બહારથી જ ફીટ રહેવા માટે નહીં પરંતુ અનેક બીમારીઓ સામે લડવા માટે પણ ફાયદારૂપ છે. યોગ ઘણાં લોકોની દિનચર્યાનો એક ભાગ છે અને આપણાં સેલિબ્રિટીઝ પણ ફીટ રહેવા માટે યોગને જીવનનો હિસ્સો બનાવી ચૂક્યા છે.
સારા અલી ખાનઃ
બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને ઈન્ટરનેશનલ યોગ દિવસ પર યોગ કરતી પોતાની એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ લખ્યુ છે કે, ‘યોગા ખુદ મેં, ખુદ સે ઓર ખુદ કે લીયે એક જર્ની હે’.
અનુપમ ખેરઃ
એક્ટર અનુપમ ખેરે પણ યોગ કરતી પોતાની એક તસ્વીર શેર કરી છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારા વ્યક્તિગત જીવનમાં યોગ ન માત્ર શારીરિક રૂપથી મને સંતુલિત રાખે છે પરંતુ દરેક સ્થિતિ સામે લડવામાં માનસિક બળ પર પૂરુ પાડે છે. તમને બધાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના. ભારતે વિશ્વને આપેલી આ ભેટ અદ્વિતીય છે. જય હિંદ!
હેમા માલિનીઃ
દિગ્ગજ અદાકારા હેમા માલિનીએ પણ યોગ દિવસ પર યોગ કરતી તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. હેમાએ લખ્યુ, કે કોરોના મહામારીએ આપણને એક્સરસાઈઝ અને યોગનું મહત્વ સમજાવ્યું. યોગની મદદથી આપણી ક્ષમતા અને સહનશક્તિ વધારી શકીએ છે. યોગથી અનેક પ્રકારના ફાયદા થાય છે.
કંગના રનૌતઃ
એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની એક પોસ્ટના માધ્યમથી યોગનું મહત્વ અને તેના ઈતિહાસને વર્ણવ્યુ છે. યોગ દિવસનાં એક દિવસ પહેલા કંગનાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ હતુ કે, કેવી રીતે યોગની મદદથી વગર ઈલાજે પોતાની બિમાર માતા સ્વસ્થ થઈ હતી.