OMG! કરિશ્મા કપૂરના 2 નહીં 5 બાળકો છે? પહેલી પુત્રી તો તેના કરતા 7 વર્ષ જ નાની
બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો. તેણે કહ્યું કે તેના પાંચ બાળકો છે. જેમના નામ સાંભળીને તમે પણ દંગ રહી જશો.
બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર હાલના દિવસોમાં ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સ સીઝન 4ને જજ કરી રહી છે. આ શોના લેટેસ્ટ એપિસોડમાં તેણે પોતાના પરિવાર સંલગ્ન એક ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા અને જણાવ્યું કે તેના પાંચ બાળકો છે. આ જાણીને તમે પણ વિચારમાં પડી જશો કે કરિશ્માને તો 2 જ બાળકો છે તો આ બીજા 3 ક્યાંથી આવ્યા. ખાસ જાણો.
શું કહ્યું કરિશ્માએ
તેણે પોતાના પરિવાર વિશે જણાવતા કહ્યું કે બેબો તેની પહેલી પુત્રી છે. હું કહી શકું કે મારા પાંચ બાળકો છે. મારા પોતાના બે બાળકો અને કરીના કપૂર અને તેના બાળકો તૈમૂર અને જેહ. બીટીએસ વીડિયોમાં કરિશ્મા કહેતી જાણી શકાય છે કે આર્ટિસ્ટ તરીકે આપણે સતત આગળ વધીએ છીએ. મને લાગે છે કે ક્યારેય એવું નથી બન્યું કે મે વિચાર્યું હોય કે હું એક સારી ડાન્સર છું. હંમેશા એ ભૂખ હતી કે હું આગળ શું સારું કરું? આશા છે કે મારો આ ડાન્સ હિટ થાય. હંમેશા સારું કરવાની કોશિશ રહે છે. જે પણ હું છું, એ સાચે મારી મજૂરી છે....અમે ખુબ મહેનત કરતા હતા.
અત્રે જણાવવાનું કે કરિશ્મા કપૂર સુપરસ્ટાર રણધીર કપૂર અને બબીતાની પુત્રી છે. જેના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા અને તેના બે બાળકો સમાયરા અને પુત્ર કિયાન છે. જો કે વર્ષ 2016માં અભિનેત્રીએ પતિથી અલગ થવાનો નિર્ણય લીધો. તેની 7 વર્ષની નાની બહેન કરીના કપૂર છે. જેના લગ્ન અભિનેતા સૈફ અલી ખાન સાથે થયા છે અને તેમના બે બાળકો છે તૈમૂર અને જેહ અલી ખાન.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂરે 16 વર્ષની ઉંમરે 1991માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પ્રેમ કેદીથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ રાજાબાબુ, અનાડી, અંદાજ અપના અપના, ગોપી કિશન, રાજા હિન્દુસ્તાની અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી. છેલ્લે તે મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળી. જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.