નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ લિસા હેડન (Lisa Haydon) ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બનવા જઈ રહી છે. અગાઉ તેણે પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું અને હવે તે તેના લગ્ન જીવનને સારી રીતે માણી રહી છે. લિસાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેનો પતિ ઈચ્છે છે કે આપણે ચાર બાળકો રાખીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા બાળક વિશે કરી હતી જાહેરાત
લિસા હેડને (Lisa Haydon) ઓક્ટોબર 2016 માં દિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. લિસા અને દિનોને બે પુત્રો છે, નામ જેક અને લીઓ. હવે આ દંપતી ટૂંક સમયમાં તેમના ત્રીજા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. લિસા ત્રીજી વખત માતા બનવાની છે. આ ખુશી તેણે 8 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ એક વીડિયો દ્વારા શેર કરી. આ વીડિયોને શેર કરતી વખતે લિસાએ કેપ્શનમાં લખ્યું કે, 'આ જૂનમાં ત્રીજું બાળક આવી રહ્યું છે.'


આ પણ વાંચો:- Kareena એ બનાવ્યો હતો ઘરેથી ભાગવાનો પ્લાન, પરંતુ એવું કંઈ થયું નહીં અને...


ચોથું બાળક જોઈએ છે
લિસાએ ‘Harper’s Bazaar’ સાથેની વાતચીતમાં તેના ચોથા બાળક માટેની ઇચ્છા વિશે વાત કરી. લિસા હેડને કહ્યું, 'મારા પતિ દિનો અને હું જાણતા હતા કે અમારે ત્રીજો સંતાન જોઈએ છે. અમે હંમેશા આ વસ્તુ જાણતા હતા. પણ, અમે ચાર બાળકો માટે લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ મને લાગે છે કે તે ત્રણ પર અટકવું પડશે. જ્યાં સુધી ભગવાન ન ઇચ્છે. '


આ પણ વાંચો:- કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? જાણો કોની પર આવ્યું છે ગીતા માનું દિલ?


લિસાની ઇન્સ્ટા પોસ્ટ
લિસા હે઼ડન (Lisa Haydon) જ્યારથી પ્રેગ્નેન્ટ થઈ છે, ત્યારથી તે પોતાનો પ્રગ્નેન્સી ટાઈમ ઘણો એન્જોય કરી રહી છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરજી જોવા મળે છે. લિસા હેડને 11 એપ્રિલ 2021 ના રોજ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ તેના પુત્ર જેકને પોતાના ખોળામાં લતી જોવા મળી રહી છે. આ શેર કરતાની સાથે એક્ટ્રેસે લખ્યું હતું કે, કોઈ માતા, જે એક બેબીને પોતાના ખોળામાં લેવાની સાથે આવનારા બીજા બેબીને લઇને નર્વસ હોય છે? મને તેની નાની નાની ભાવનાઓની ચિંતા છે. તે કેવી રીતે પોતાને અનુભવ કરશે અને પોતાને કેવી રીતે વ્યક્ત કરશે. જ્યારે તે અત્યારે વાત કરવાનું શીખી રહ્યો છે. અનમોલ બેબી તમે ખુબ જ પ્રેમાળ છો અને ત્યારે પણ રહેશો જ્યારે 10 અઠવાડીયા પછી તમારી બહેન આવી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube