`હીરો અડધી રાત્રે બોલાવે તો જવું પડતું હતું...` કાસ્ટિંગ કાઉચ પર બોલી આ અભિનેત્રી
તેમણે આગળ કહ્યું કે ઇંડસ્ટ્રીમાં એક્ટ્રેસ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે જે હીરો કહે તેમને તે કરવું પડશે નહીતર તેમને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવશે. તે અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે જેમને તે કંટ્રોલ કરી શકે છે અને જે કોમ્પ્રોમાઇઝ કરે છે.
નવી દિલ્હી: બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચને લઇને સમાચાર સામે આવતા રહે છે. મોટેભાગે તેનો શિકાર અભિનેત્રી થાય છે. અવાર નવાર કોઇને કોઇ અભિનેત્રી તેના પર બોલે છે. હવે તેમાં નવું નામ મલ્લિકા શેરાવતનું જોડાયું છે. તેમણે કાસ્ટિંગ કાઉચને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે. મલ્લિકા તાજેતરમાં જ રજત કપૂરની RK/RKAY ફિલ્મમાં જોવા મળે છે.
મલ્લિકા શેરાવતે 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે એક સમય હતો જ્યારે એ લિસ્ટર એક્ટર્સ તેમની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી કારણ કે તેમને ક્રોમ્પોમાઇઝ કરવા તૈયાર ન થઇ.
Passport Officer: રોલો પડી જાય એવી સરકારી નોકરી, પગાર 1.5 લાખ, આ રીતે કરો એપ્લાય
તેમણે આગળ કહ્યું કે ઇંડસ્ટ્રીમાં એક્ટ્રેસ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે જે હીરો કહે તેમને તે કરવું પડશે નહીતર તેમને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવશે. તે અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે જેમને તે કંટ્રોલ કરી શકે છે અને જે કોમ્પ્રોમાઇઝ કરે છે.
મલ્લિકાએ સ્પષ્ટ કહ્યું કે હું એવી નથી, મારી પર્સનાલિટી એવી નથી. હું પોતાને કોઇ સનક અને કલ્પનાઓને આધીન રાખવા માંગતી નથી.
8 વેરિએન્ટ્સમાં લોન્ચ થશે અલ્ટો K10, આટલું પાવરફૂલ હશે એન્જીન, જાણો ખૂબીઓ
અભિનેત્રીએ જણાવ્યું કે જો એક્ટર ફિલ્મની અભિનેત્રી કોઇપણ સમયે બોલાવી રહ્યા છે તો તેનું પાલન કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. જો હીરો તમને સવારે 3 વાગે કોલ કરે છે અને કહે છે કે મારા ઘરે આવો તો તમારે જવું પડશે. તમે જતા નથી, તો તમે ફિલ્મમાંથી બહાર થઇ જશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube