ઝી મીડિયા/બ્યૂરો :એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta) ને ફિલ્મોમાં કામ કરીને અનેક દાયકા પસરા થયા છે. નીના ગુપ્તા હવે 60 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ તે હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. હાલ નીના ગુપ્તા સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમનું વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર ચાલ્યું હતું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ અચાનક બંને અલગ થયા હાત. રિચર્ડથી અલગ થયા બાદ નીનાને માલૂમ પડ્યું હતું કે, તે મા બનનાર છે, પરંતુ સમાજની પરવાહ કર્યા બાદ નીનાએ પોતાના સંતાનને જન્મ આપ્યો હતો. સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી. નીનાની દીકરી મસાબા ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત નામ છે. નીના ગુપ્તાનું જીવન બહુ જ સંઘર્ષમય રહ્યું હતું.


સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીના ગુપ્તાની મહિલાઓ માટે સલાહ
ફરીથી એકવાર નીનાએ પોતાના જૂના દિવસોને યાદ કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. નીનાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જે અંદાજે 2 મિનીટ 4 સેકન્ડનો છે. આ વીડિયોમાં નીનાએ મહિલાઓ અને યુવતીઓને સલાહ આપતા કહ્યું કે, ક્યારેય પણ કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં ન પડો. નીના વીડિયોમાં કહી રહ્યાં છે કે, દરેક પરિણીત વ્યક્તિ પ્રેમની શરૂઆતમાં એમ જ કહે છે કે જોઈ લઈશું શું થશે, એક દિવસ બધુ સારું થઈ જશે. તમે જ્યારે પ્રેમમાં હોવ છો ત્યારે તમને કંઈ સમજ પડતી નથી. પહેલા તો તમે તેની સાથે સમય વિતાવવા માંગો છો, પછી તેમની સાથે વેકેશન પર જવા માંગો છો. પછી તમે તેની સાથે રાત વિતાવો છો અને જ્યારે કોઈ હોટલમાં બે-ચાર રાત વિતાવો છો. 


Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ


તેના બાદ તમને એ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો વિચાર આવે છે. અલગ અલગ પ્રકારના વિચાર આવે છે કે, ત્યારે તમારા પર પ્રેશર બનતુ જાય છે કે તલાક લો અને મારી સાથે લગ્ન કરો. પરંતુ જ્યારે તમારી વાત સાંભળવામાં નથી આવતો તો મન કરે છે કે તે વ્યક્તિના પત્નીને જઈને કોલ કરીએ અને તેને જણાવીએ કે તેનો પતિ કેવો છે. પંરતુ આખરે તે વ્યક્તિ પાછળ હટી જાય છે. તે કહે છે કે, તેને આ બખડજંતરમાં નથી પડતું. આગળ નીના બતાવે છે કે, હું મારા તમામ જાણકારોને સલાહ આપવા માંગું છું કે, ક્યારેય પરિણીત વ્યક્તિ સાથે પ્રેમ ન કરો. મેં આવું કર્યું છે, મે ઘણું સહન કર્યું છે. તેથી હું તમને કહી રહી છું કે, આવું ક્યારેય ન કરો. 


આ વીડિયોના માધ્યમથી નીનાએ બહુ જ સરળતાથી પોતાની વાત કરી છે. પરંતુ નીનાએ જે રીતે આ વાત કહી છે કે, તે તેનુ વધુ એક બોલ્ડ પગલુ કહી શકાય. હવે નીના 60 વર્ષના થઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. નીના હાલ ઉત્તરાખંડમાં રજા વિતાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...