મુંબઈઃ બોલીવુડના સીનિયર અભિનેત્રી શશિકલા (Shashikala) નું નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શશિકલાનું નિધન 4 એપ્રિલે મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે થયું છે. તેમણે 70ના દાયકામાં બોલીવુડમાં હીરોઇન અને વિલેન બન્નેની ભૂમિકા ભજવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરનાર શશિકલાનું પૂરુ નામ શશિકલા જાવલકર હતું. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1932ના સોલાપુરમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા હતા. પરંતુ તેમનું બાળપણ ખુબ સારી રીતે પસાર થયું હતું. શશિકલાને છ ભાઈ-બહેન હતા અને તેમના પિતા મોટા બિઝનેસમેન હતા. 


આ પણ વાંચોઃ Raj Kapoor ના લગ્ન જીવનમાં કેમ પડી હતી તિરાડ? કઈ અભિનેત્રી પ્રત્યે રાજકપૂરને હતું સૌથી વધુ આકર્ષણ


આ ફિલ્મોમાં કર્યું કામ
શશિકલાને બાળપણથી નાચવા-ગાવાનો શોખ હતો. તેમના પિતાનો બિઝનેસ ઠપ્પ થયા બાદ તેઓ કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. ત્યાં તેમની મુલાકાત નૂર જહાં સાથે થઈ હતી. શશિકલાની પ્રથમ ફિલ્મ જીનત હતી, જેને નૂર જહાંના પતિ શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમામાં પણ કામ કર્યું હતું. 


ફિલ્મોની સાથે-સાથે શશિકલાએ ટીવીમાં પણ કામ કર્યું હતું. તેઓ જાણીતી સીરિયલ સોન પરીમાં ફ્રૂટીના દાદાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2007માં ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube