Zaheer iqbal-Sonakshi sinha video: સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા હિન્દી સિનેજગતના નામાંકિત સ્ટાર અને ભારતીય રાજનીતિના નામાંકિત ચહેરા તરીકે ઓળખ ધરાવે છે. તેઓ હિન્દુ પરિવારના છે અને ખુબ ધાર્મિક પ્રકૃતિ ધરાવે છે. તેમના ઘરમાં એટલે જ બધા ભાઈઓના નામો પણ રામાયણ પર આધારિત છે. ત્યાં સુધી કે તેમના દિકરાઓના નામ પણ લવ-કુશ રાખવામાં આવ્યાં છે. સોનાક્ષી પણ હવે બોલીવુડની એક નામાંકિત અભિનેત્રી છે. જોકે, સોનાક્ષી સિન્હા એ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝહીર ઈકબાલ સલમાન ખાનની ફેમિલીનો નજીકનો ફ્રેન્ડ છે. એવું કહેવાય છેકે, સલમાનના ઘરે જ સોનાક્ષી અને ઝહીરની મુલાકાત થઈ હતી. ત્યાંથી જ આ બન્નેનો પ્રેમ શરૂ થયો હતો. જોકે, લગ્નના સાત દિવસ બાદ જ બદલાઈ ગયો ઝહીર ઈકબાલ. એનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. તેમના લગ્ન ને સાત દિવસ થઇ ગયા છે તેવામાં સોનાક્ષીના પતિ ઝહીરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેનો આખો રંગ લગ્નના સાત દિવસમાં જ બદલાયેલો જોવા મળી રહ્યો છે. 


લગ્નના સાત દિવસમાં જે વીડિયો ફરતો ફરતો સોશિયલ મીડિયા પર આવ્યો છે એ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. અરે વાત એમ છેકે, ઝહીર પોતાની પત્ની સોનાક્ષીની ખુબ પ્રેમ કરે છે. તેઓ કોઈ સ્થળે શોપિંગ કરવા ગયા છે. જ્યાં સોનાક્ષી ચાલીને આવી રહી છે અને ઝહીર પોતાના હાથોમાં તેની સેન્ડલ પકડીને આગળ આગળ ચાલતો જોવા મળી રહ્યો છે. કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝહીર સોનાક્ષી ના નખરા ઉઠાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છેકે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેમને એક ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન કર્યું હગતું જેમાં બોલિવૂડ ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને સાત દિવસ થઇ ગયા છે અને માત્ર સાત જ દિવસ માં ઝહીર ઇકબાલ બદલાઈ ગયો છે કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝહીર સોનાક્ષી ના નખરા ઉઠાવતો જોવા મળી રહ્યો છે. 


 



 


સોનાક્ષી એ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે ફરવા જાય છે, પરંતુ તેની હાઈ હીલ્સના કારણે સોનાક્ષીને પગમાં દુખાવો થવા લાગે છે. જેના કારણે ઝહીર ઈકબાલ સોનાક્ષીના સેન્ડલ હાથમાં લઈને ચાલે છે. સોનાક્ષી સિન્હા સેન્ડલ વગર ચાલતી જોવા મળી રહી છે.


આ વીડિયોને શેર કરતા સોનાક્ષીએ લખ્યું- ‘જ્યારે તમે ગ્રીન ફ્લેગવાળા છોકરા સાથે લગ્ન કરો છો.’.સોનાક્ષીએ આ વીડિયો શેર કર્યા બાદ ફેન્સ અને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે વાહ, પતિ હોય તો આવો, અન્ય એ લખ્યું, ‘જોરૂ કા ગુલામ’