Urvashi Rautela Leaked Bathroom Video: ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણસર ચર્ચમાં રહેતી હોય છે. હવે અભિનેત્રીનો એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે ફેન્સના હોશ ઉડી ગયા છે. ઉર્વશીનો કથિત પ્રાઈવેટ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર હડકંપ મચી ગયો છે. વીડિયોને ફોટોગ્રાફર માનવ મંગલાનીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કરાયો છે. જો કે આ વીડિયો જોઈને લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ વીડિયોમાં
માનવે જે વીડિયો શેર કર્યો છે તેમાં અભિનેત્રી ન્હાવા માટે બાથરૂમમાં જાય છે. તેના હાથમાં ટુવાલ હોય છે. જેને તે પહેલા ટાંગે છે અને પછી પોતાના વાળ સવારવા લાગે છે. ત્યારબાદ ન્હાવા માટે કપડાં ઉતારે છે. જેવું અભિનેત્રી પોતાનો કૂર્તો ઉતારે છે વીડિયો  ખતમ થઈ જાય છે. માનવે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે ઉર્વશી રૌતેલાનો બાથરૂમનો લીક્ડ વીડિયો, જેના વિશે બધા વાત કરી રહ્યા છે. 



લોકોના રિએક્શન
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સ હવે આ લીક્ડ વીડિયો કે એમએમએસ માનવાનો જો કે ઈન્કાર કરે છે. એક યૂઝરે લખ્યું છે કે પહેલીવાત તો એ છે કે આટલા ગરીબ બાથરૂમમાં આવા લોકો જશે નહીં. એક યૂઝરનું કહેવું છે કે કોઈ મૂવીનો સીન છે કે આ તેના ગળામાં મંગળસૂત્ર દેખાતું નથી કે શું? પબ્લિકને પાગલ બનાવે છે કેટલાક લોકો. ઉર્વશીના આ વાયરલ વીડિયો પર કેટલાક લોકો મજાક પણ ઉડાવી રહ્યા છે. એક જણે લખ્યું કે પ્રમોશન કરવાની આ રીત થોડી કેઝ્યુઅલ છે. 


અત્રે જણાવવાનું કે ઉર્વશીની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે જેએનયુ ફિલ્મમાં જોવા મળી હતી. જે આ વર્ષે જ રિલીઝ થઈ હતી. હવે તે ફિલ્મ દિલ હૈ ગ્રે અને તેલુગુ ફિલ્મ બ્લેક રોઝમાં જોવા મળશે.