Vidya Balan: 44 વર્ષે અભિનેત્રીનું જબરદસ્ત બોલ્ડ ફોટોશૂટ, માત્ર અખબાર લપેટીને પડાવ્યો ફોટો
Actress Vidya Balan Photos: બોલીવુડની એ હસીન અભિનેત્રી જેને લોકોએ વર્ષોથી સાડી સિવાય લગભગ બીજા કોઈ આઉટફિટમાં નહીં જોઈ હોય. પણ અચાનક જો આ અભિનેત્રી કપડાં વગર આવી જાય અને તે પણ માત્ર અખબાર વીંટીને તો લોકોના હોશ ઉડી જાય તે સ્વાભાવિક છે.

આ અભિનેત્રી છે વિદ્યા બાલન. વિદ્યા બાલને હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેની એક ઝલક ડબ્બુ રત્નાનીએ ઈન્સ્ટાગ્રામ પર દેખાડી છે. વિદ્યા બાલનનો નવો ફોટો જોયા બાદ લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે.
વિદ્યા બાલનનું મોસ્ટ હોટ ફોટોશૂટ!
અભિનેત્રી વિદ્યા બાલનના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. વિદ્યા મોટાભાગે સાડી કે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળતી હોય છે. પણ તેના આ નવા અંદાજે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ નવો અંદાજ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. ફોટામાં વિદ્યા બાલન એક કોફી ટેબલ પર કપડાં વગર અખબાર વીંટેલી જોવા મળી રહી છે. વિદ્યા બાલને ફોટોશૂટ માટે હાથમાં એક કપ પકડ્યો છે અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube