Kajal Agarwal Gave Birth Baby Boy: અજય દેવગન સાથે 'સિંઘમ' ફિલ્મમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અને સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ માતા બની ગઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. કાજલ અગ્રવાલની આ ગુડન્યૂઝને સાંભળી તેના ચાહકો ખુબ જ ખુશ છે. જો કે, કાજલ અને તેના પતિ ગૌતમ કિચલૂએ તેમના માતા-પિતા બનાવાની કોઈ ઓફિશિયલ જાણકારી આપી નથી. પરંતુ ફેન્સ અત્યારથી જ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.


ચાહકોને આપી હતી પ્રેગ્નેન્સીની જાણકારી
કાજલ અગ્રવાલે 2022 ની શરૂઆતમાં જ એક પોસ્ટ કરી પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી ચાહકોને આપી હતી. તે પ્રગ્નેન્સી પીરિયડમાં ઘણી એક્ટિવ હતી. તેણે પતિ ગૌતમ કિચલૂ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોશૂટ પણ કરાવ્યો હતો. જો ઘણો ચર્ચામાં રહ્યો હતો. હવે ફેન્સ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના પુત્રની એક ઝલક જોવા માટે અધિરતાથી રાહ જોઈ રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube