મુંબઈ: બોલીવુડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી અને પ્લેબોય તરીકે જાણીતી શર્લિન ચોપરા પોતાની સેક્સી અદાઓ માટે ઘણી જાણીતી છે. તે અવારનવાર પોતાના હોટ એન્ડ સેક્સી ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કામસૂત્ર જેવી હિંદી અને તેલુગુ ફિલ્મો કરનારી શર્લિન પોતાની સ્લિમ એન્ડ સેક્સી બિકિની ફીગર માટે જાણીતી છે. જોકે તેના માટે શર્લિન ઘણી મહેનત કરે છે અને આ વાતનો અંદાજ તેના કોઈપણ ફોટો જોઈને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે તેના આ ગજબના ફિગરનું રહસ્ય શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્લિન ચોપરાનો વર્કઆઉટ પ્લાન:


1. યોગ:
શર્લિન ચોપરાને યોગ કરવાનું ખૂબ પસંદ છે. તે અડધો કલાક યોગાસન કરે છે. તેનાથી તેના શરીરની સાથે સાથે મગજને શાંત રાખવામાં મદદ મળે છે. જે તેને વિવિધ બીમારીઓથી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે.


2. રનિંગ:
તેને ટ્રેડમિલ પર રનિંગ કરવું સારું લાગે છે. તે સિવાય તે દરરોજ સાઈકલ ચલાવે છે. શર્લિનનું માનવું છે કે કોઈને હાર્ડ વર્કઆઉટ રૂટિનની જગ્યાએ નોર્મલ રૂટિન ફોલો કરવું જોઈએ. જેથી નિયમિત રૂપથી પાલન પણ કરવું જોઈએ.


3. કાર્ડિયો:
શર્લિનનું કહેવું છે કે જો તમે બિગનર છો તો તમે પાંચ મિનિટની વર્કઆઉટ રૂટિનથી શરૂઆત કરી શકો છો. તેના પછી તેને વધારીને સ્ટ્રેચિંગનો સમય 30થી 45 મિનિટ કરવું જોઈએ. થોડા સમય પછી તમે તેને એક કલાક સુધી લઈ જઈ શકો છો.


4. સ્વિમિંગ:
શર્લિન ચોપરાને સ્વિમિંગ કરવું સારું લાગે છે. તેને જ્યારે સમય મળે છે ત્યારે તે સ્વિમિંગ જરૂર કરે છે. સ્વિમિંગથી તેની કેલરી બર્ન તો થાય છે સાથે સાથે શ્વાસ સંબંધી મુશ્કેલીમાંથી રાહત મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.


શર્લિન ચોપરાનો ડાયેટ પ્લાન:
શર્લિન પોતાના ડાયેટને લઈને અત્યંત સાવધાન રહે છે. તેનું માનવું છે કે હેલ્થી અને ફિટ રહેવા માટે એક્સરસાઈઝની સાથે સાથે શ્રેષ્ઠ ડાયેટ પણ જરૂરી છે. આ કારણ છે કે તે બહારની અનહેલ્થી વસ્તુ ખાવાથી દૂર રહે છે અને પોતાના ઘરમાં બનેલી વસ્તુઓ ભોજનમાં લે છે. તેના ભોજનમાં પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ હોય છે. તેના ડાયેટમાં ચિકન, માછલી, દાળ, બ્રાઉન રાઈસ, સલાડ, બાજરાની રોટલી, અંકુર અને ફળનો સમાવેશ થાય છે.


શર્લિનનો ફિટનેસ મંત્ર:
શર્લિનનું માનવું છે કે હેલ્થી અને ફિટ રહેવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય અનુશાસન અને ત્યાગ છે. એટલે જો તમે કોઈ પ્લાન બનાવો છો તો તેના પર અમલ કરવો જોઈએ. તેનાથી તમને ચોક્કસ લાભ થશે.