પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિઃ Big B, શાહરૂખ અને આમિરે `તૂ દેશ મેરા` ગીતનું કર્યું શૂટિંગ
આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ સિતારાઓએ એક દેશભક્તિનું ગીત શૂટ કર્યું છે.
નવી દિલ્હીઃ બોલીવુડના કલાકારો હંમેશા સંકટના સમયે દેશની સાથે એકજુથ થઈને રહે છે. પછી ભલે પૂરની સ્થિતિ હોય કે દેશની રક્ષામાં બલિદાન થઈ ગયેલા સૈનિકોનો પરિવાર.આ વર્ષએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશે પોતાના બહાદુર જવાનોને ગુમાવ્યા હતા. હવે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને રણબીર કપૂર સહિત બોલીવુડના ઘણા કલાકારો સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ સિતારાઓએ એક દેશભક્તિનું ગીત શૂટ કર્યું છે, જેનું ટાઇટલ છે 'તૂ દેશ મેરા' છે. આ ગીતને તેણે પુલવામા શહીદોને સમર્પિત કર્યું છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતીય સીઆરપીએફે ગીતના પોસ્ટરનું લોકાર્પણ કરતા ટ્વીટ કર્યું, 'તૂ દેશ મેરા'નું સત્તાવાર પોસ્ટર, પુલવામાના સીઆરપીએફ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યું બોલીવુડ.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર