B`day : આ સિંગરે ધક-ધક ગર્લને કરી હતી રિજેક્ટ, ના સાંભળીને ખુશ થઈ હતી માધુરી
80 અને 90ના દાયકામાં માધુરી દીક્ષિત બોલીવુડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. મહત્વનું છે કે માધુરીએ 1986માં ફિલ્મ `અબોધ` અને `સ્વાતિ`ની સાથે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ બોલીવુડના ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પોતાનો 52મો જન્મદિવસ મનાવી રહી છે. મુંબઈના ચિત્પવન બ્રાહ્મણ પરિવારમાં 15 મે 1967માં તેનો જન્મ થયો હતો. 80 અને 90ના દાયકામાં માધુરી દીક્ષિત બોલીવુડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. મહત્વનું છે કે માધુરીએ 1986માં ફિલ્મ 'અબોધ' અને 'સ્વાતિ'ની સાથે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં આવેલી ફિલ્મ 'કલંક'માં માધુરી દીક્ષિત ઘણા વર્ષો બાદ અભિનેતા સંજય દત્તની સાથે જોવા મળી હતી.
'કથક'માં ટ્રેન્ડ માધુરીએ ક્યારેય વિચાર્યું નહતું કે તે અભિનયને પોતાનું કરિયર બનાવશે. મુંબઈના વિલે પાર્લે કોલેજથી માધુરીએ માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કર્યો છે. માધુરી દીક્ષિતેને દિલ, બેટા, હમ આપકે હૈં કોન, મૃત્યુદંડ, લજ્જા, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મમો માટે ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિત લગભગ 70થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર