Salman Khan: બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. એવા સમાચાર ચર્ચામાં આવ્યાં છેકે, સલમાનનું વર્ષો જુનુ સરનામું હવે બદલાઈ જશે. વર્ષોથી સલમાન ખાન જે ઘરમાં રહે છે હવે સલમાન એ ઘરમાં નહીં રહે. વાત એવી પણ સામે આવી છેકે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. કારણકે, હાલમાં સલમાન ખાનના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, સલમાન ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. વર્ષોથી સલમાન આ એપાર્ટમેન્ટમાં જ રહે છે. તેના માતા-પિતા પણ આ ઘરમાં રહે છે. પિતા સલમાન ખાનનો આ ઘર સાથે વિશેષ લગાવ હોવાને કારણે સલમાન પણ આ ઘરમાં જ રહે છે. તેણે પોતાના લક્ઝરીયસ અપાર્ટમેન્ટમાં જીમ પણ બનાવીને રાખ્યું છે. જેથી કરીને સલમાનને જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ તેને પોતાના ઘરમાં મળી રહે.


જોકે, હાલમાં બે શખ્સો દ્વારા સલમાન ખાનના ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટ પર રસ્તા પરથી ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ પોતે હુમલાખોરો કે જેણે ફાયરિંગ કર્યું હતું તેવા બન્ને શખ્સોને પકડી લીધાં છે. પરંતુ કોઈ જાતનું જોખમ લેવા નથી માંગતા ભાઈજાન. એ જ કારણ છેકે, એવી ચર્ચા ઉભી થઈ છેકે, સલમાન હંમેશા માટે પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શિફ્ટ થઈ રહ્યાં છે. પિતા સલીમ ખાને પણ થોડા સમય અગાઉ અહીંથી ઘર બદલવાની સલાહ આપી હતી.


સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયા બાદ સલમાન ખાન ની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જેને કારણે સલમાને હંમેશા હાઈ સિક્યોરિટી માં રહેવું પડે છે. જોકે જેને સલમાન ખાન ના ઘરે ગોળીબાર કર્યો હતો તે બે વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે. હવે સલમાન ખાન વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તે તેના પરિવાર સાથે તેના પનવેલ વાળા ફાર્મહાઉસમાં શિફ્ટ થઇ શકે છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છેકે, એમ પણ સલમાન પોતાના ફાર્મ હાઉસ પર વધારે સમય વિતાવે છે. તેથી તેણે કાયમ માટે ત્યાં શિફ્ટ થવાનો વિચાર કર્યો છે. જોકે, આ અંગે સલમાન ખાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અત્યારે માત્ર આ વાતો છે જે ચર્ચામાં છે.