Palak Sindhwani on TMKOC Maker: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'સોનુ ભીડે'થી ફેમસ બનેલી પલક સિંધવાણી (Palak Sindhwani) છેલ્લા કેટલાક સમયથી ઘણા વિવાદોમાં છે. શરૂઆતમાં એવી અફવાઓ હતી કે પલકને કરારના ભંગ બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, જે દાવાઓને શરૂઆતમાં પલક અને નિર્માતા અસિત કુમાર મોદીએ (Asit modi) નકારી કાઢ્યા હતા. જોકે, પ્રોડક્શન હાઉસ નીલા ફિલ્મ પ્રોડક્શન્સે (Neela Film Production) હવે સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તેઓએ ખરેખર અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી હતી. આ હંગામા વચ્ચે પલક એ (Palak Sindhwani) કહ્યું કે તે આ શો છોડી ચૂકી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પલકે (Palak Sindhwani) કહ્યું કે મેકર્સે તેના માટે શો છોડવો એ મુશ્કેલ બનાવી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલક સિંઘવાનીએ TMKOCના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો-
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પલક સિધવાનીને (Palak Sindhwani) ટાંકીને કહ્યું કે, “મેં શો છોડવાના મારા નિર્ણય વિશે 8 ઓગસ્ટે પ્રોડક્શન હાઉસને જાણ કરી હતી. તેઓએ થોડો સમય લેવાનું નક્કી કર્યું અને પછી મને કહ્યું કે મને એક અધિકૃત Email આપવામાં આવશે જેના પર હું મારું Resignationનો પત્ર મોકલી શકું, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં. તેઓએ મારું રાજીનામું મંજૂર કરવામાં વિલંબ કર્યો અને થોડા અઠવાડિયા પછી જ્યારે મેં કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું તે અંગેના મીડિયા લેખો જોયા ત્યારે હું ચોંકી ગઈ હતી.


મેં 5 વર્ષ પહેલાં તેમના Contract પર હસ્તાક્ષર કર્યા હતા અને તેઓએ મને તેની નકલ આપવાનો ઇનકાર કર્યો હતો. મને 19 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક નકલ મળી. તેઓ મને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ ચાલુ રાખવા માટે સહમત થયા અને કોવિડ પછી મેં સોશિયલ મીડિયા (Social Media) પર પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવાનું શરૂ કર્યું. તેમણે તે સમયે તો કંઈ પણ ના કહ્યું પરંતુ જ્યારે મેં શો છોડવાની જાહેરાત કરી ત્યારે તેમણે આ એક્શન પ્લાન શરૂ કર્યો. મેં કાનૂની સલાહ પણ લીધી છે અને મારી કારકિર્દી માટે જે શ્રેષ્ઠ હશે તેનું પાલન કરીશ.


શો છોડવો મુશ્કેલ બની રહ્યો છે-
રિપોર્ટ અનુસાર, પલકે (Palak Sindhwani)વધુમાં જણાવ્યું હતું કે, "હું સ્વાસ્થ્યના કારણોસર અને પ્રોફેશનલ ગ્રોથને કારણે શો છોડવા માંગતી હતી. મારી ઘણી મીટિંગ થઈ પરંતુ હજુ સુધી કોઈ સોલ્યુશન મળ્યું નથી." આ શોષણ છે અને મેં તેમની સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યા પછી ક્યારેય આની અપેક્ષા નહોતી કરી, માત્ર એટલા માટે કે હું તારક મહેતાને (TMKOC)છોડવા માંગુ છું, તેઓ મારા માટે બહાર નીકળવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે.


ઘણા કલાકારોએ TMKOC નિર્માતાઓ પર લગાવ્યા છે આરોપો-
તમને જણાવી દઈએ કે પલક સિંધવાની પહેલી TMKOC અભિનેત્રી નથી જેણે શોના નિર્માતાઓ પર ખરાબ વ્યવહારનો દાવો કર્યો હોય. આ પહેલાં, જેનિફર મિસ્ત્રી, પ્રિયા આહુજા, મોનિકા ભદોરિયા, શૈલેષ લોઢા અને નેહા મહેતા જેવા કલાકારો TMKOC સેટ પર તેમની સાથેના દુર્વ્યવહારની સ્ટોરીઓ સાથે મીડિયામાં આગળ આવ્યા છે.