Arun Bali Death: બોલિવુડના દિગ્ગજ કલાકાર અરુણ બાલીનું નિધન થયું છે. 79 વર્ષની ઉંમરે તેમણે બોલિવુડ જગતને અલવિદા કર્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને આજે સવારે 4.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દુર્લભ પ્રકરારની Myasthenia Gravis નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ એક ઓટોઈમ્યુન બીમારી છે. જે નર્વ્સ અને મસલ્સની વચ્ચે કમ્યુનિકેશન ફેલ્યોરને કારણે થાય છે. થોડા મહિના પહેલા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક સેલેબ્સ અને તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તો ચાહકોએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. 



અરુણ બાલીની ફિલ્મી સફર
અરુણ બાલીની ફિલ્મી કરિયર બહુ જ લાંબી છે. તેમણે હે રામ, 3 ઈડિયટ્સ, લાલસિંહ ચઢ્ઢા, કેદારનાખ, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ રાજુ બન ગયા જેન્ટલમેન, ફુલ ઓર અંગારે, ખલનાયક, પાનીપત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ફેમસ ટીવી શો ‘બાબુલ કી દુઆએ લેતી જા’ માં પણ કામ કર્યું છે.