ઝી મીડિયા/બ્યૂરો :હોલિવુડમાં સ્થાયી થયેલી બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલ અમેરિકન ડ્રામા સિરીઝ ‘સિટડેલ’ (Citadel) ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સીરિઝના શુટિંગ દરમિયાન તે ઘાયલ થઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના કપાળની ઈજાગ્રસ્ત તસવીર શેર કરી છે. જેથી તેના ફેન્સ તેને ગેટ વેલ સુનના મેસેજ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનારી સિટડેલથી પ્રિયંકા વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહી છે. તે હાલ સિટડેલ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ શુટિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના માથા પર વાગ્યુ હતું. દેશી ગર્લે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. 



પ્રિયંકા ચોપરાએ તસવીર શેર કરતા જણાવ્યું કે, તેને શુટિંગ દરમિયાન આ ઈજા પહોંચી છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ સિટડેલના એક એક્શન સિક્વન્સમાં કામ કરી રહી હતી, ત્યારે તેનો ચહેરો ખૂનથી લથપથ થઈ ગયો હતો. 



જલ્દી જ પ્રિયંકા ચોપરા અનેક ફિલ્મો અને સીરિઝમાં જોવા મળનાર છે. હાલ તે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં હોલિવૂડ સ્ટાર કીનુ રીવ્સ સાથે ‘મેટ્રિક્સ 4’,મિન્ડી કેલિંગ સાથે એક રોમેન્ટિક કોમેડી, વેડિંગ થીમ રિયાલિટી શો, મા આનંદ શીલાની બાયોપિકમાં કામ ચાલી રહ્યું છે.