Anupama New Samar Shah Aka Suvansh Dhar: જ્યારથી સુવંશ ધરનું નામ અનુપમા સિરીયલ સાથે જોડાયુ છે, ત્યારથી સીરિયલના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે. સુવંશ ધરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આ છે અનુપમાનો નવો સમર શાહ:
ટીવીના સૌથી દમદાર અને ધમાકેદાર શો 'અનુપમા'માંથી પારસ કાલનવતનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે. મેકર્સે પારસ કાલનાવતનો કોન્ટ્રાક્ટ રાતોરાત પૂરો કરી દીધો અને તેની જગ્યાએ નવા સમરની શોધ હાથ ધરી. જોકે, સીરિયલ 'અનુપમા' વિશે સમાચાર આવી રહ્યા છે કે નિર્માતાઓએ નવા સમર શાહની શોધ સમાપ્ત કરી દીધી છે, કારણ કે તેને અભિનેતા સુવંશ ધરના રૂપમાં તેનો નવો સમર મળ્યો છે. 'અનુપમા' સાથે તેનું નામ જોડાતા જ સુવંશ ધર લાઈમલાઈટમાં આવી ગયો છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તો ચાલો એક નજર કરીએ સુવંશ ધર પર જે રૂપાલી ગાંગુલીનો ઓનસ્ક્રીન પુત્ર બનવા જઈ રહ્યો છે-