આમિરખાનની પુત્રીની જેમ સંબંધોને બનાવવા માંગો છો સફળ? ઈરા પાસે શીખો આ ખાસ વાત
જો આપણે લોંગ ટર્મ રિલેશનશિપની વાત કરીએ તો તે વધારે સમય સુધી ટકી શકતી નથી. પરંતુ આ આર્ટિકલ દ્વારા અમે તમને લાંબા સમય સુધી રિલેશનશિપ ટકાવી રાખવા માટે કેટલીક ટિપ્સ આપીશું.
મુંબઈ: બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની પુત્રી ઈરા ખાને પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી. ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જ્યાં એક ઈવેન્ટ દરમિયાન નૂપુરે ઘૂંટણ પર બેસીને ઈરાને પ્રપોઝ કરી દીધું. તમને જણાવી દઈએ કે ઈરા ખાન અને નૂપુર શિખરે બે વર્ષ કરતાં વધારે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને લોંગ ટર્મ રિલેશનશિપમાં હતા. જો આપણે લોંગ ટર્મ રિલેશનશિપની વાત કરીએ તો અવારનવાર તે વધારે સમય સુધી ટકતી નથી. પરંતુ આ લેખ દ્વારા અમે તમને લાંબા સમય સુધી કેટલીક ટિપ્સ શેર કરીશું.
પોઝિટિવ વાત યાદ રાખો:
જો તમે લોંગ ટર્મ રિલેશનશિપમાં હોઈએ તો તમારા પાર્ટનરની પોઝિટિવ વાતને યાદ રાખો. સંબંધ જ્યારે પોતાના હોય, દિલની નજીક હોય અને ખાસ હોય તો આપણે તે વાતનું ઝડપથી ખોટું માનીએ છીએ. તેનાથી અનેકવાર વાત બનતાં-બનતાં બગડી જાય છે. જ્યારે વસ્તુ ખોટી હોય તો તે ભૂલવું સરળ હોય છે.
કમિટમેન્ટ:
કોઈપણ રિલેશનશીપની શરૂઆત થતી હોય ત્યારે તેમાં કમિટમેન્ટ ખૂબ જરૂરી છે. કારણ કે કમિટમેન્ટના આધારે જ રિલેશનશીપ સારી અને મજબૂત બનતી હોય છે. કમિટમેન્ટ કર્યા પછી રિલેશનશીપમાં કોઈપણ મુશ્કેલી આવે તો પણ તેમાંથી પાછળ ન હટવું જોઈએ.
માફી માગી લેવી:
રિલેશનશીપમાં એકબીજાથી ભૂલ થાય તે સ્વાભાવિક છે. નાની વાત પર વાતચીત બંધ કરી દેવી કે તેને પોતાના દિલની વાત કર્યા વિના રડતાં રહેવું તે સારું નથી. તેની જગ્યાએ પોતાના પાર્ટનરને તરત સોરી બોલવાથી કે માફી માગી લેવાથી વસ્તુ સુધરી જાય છે. કોઈપણ વસ્તુનો એકરાર કરવામાં જ સમજદારી છે. આવું કરવાથી એકબીજાને વધારે સારી રીતે સમજી શકાય છે.
હગ કરો:
એક પ્રેમથી ભરેલું હગ ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ કરવાનો સારો વિકલ્પ છે. તેનાથી તણાવ કે સ્ટ્રેસ ઓછો થાય છે. અને તમારી રિલેશનશીપ વધારે મજબૂત બને છે. તેનાથી તમારી બંને વચ્ચેનું કનેક્શન પણ મજબૂત બનશે.
જિજ્ઞાસુ બનો:
જો તમે લોંગ ટર્મ રિલેશનશીપમાં હોય તો તમારા પાર્ટનરને લઈને જિજ્ઞાસુ બનો. સંબંધમાં થોડું અંતર અને તેની સાથે થોડી ક્યુરિઓસિટી એટલે જિજ્ઞાસુ હોવી જરૂરી છે. જેનાથી તમારી રિલેશનશીપ વધારે સારી અને મજબૂત બનશે.