જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટરના ઘરે બન્યો દુઃખદ બનાવ, આખું બોલીવુડ પહોંચ્યુ
Bollywood News: બનાવની જાણ થતાની સાથે સૈફઅલી ખાન, ફરહાન અખ્તર, કરીના કપૂર સહિતના સ્ટાર્સ આ નિર્માતા-નિર્દેશકના ત્યાં `દોડતા દોડતા` પહોંચ્યાં.
RITESH SIDHWANI: રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની જોડી અદ્ભુત રહી છે. બંને ઘણા વર્ષોથી આ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરી રહ્યા છે. બંનેએ તાજેતરમાં એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ નવી રિલીઝની પણ જાહેરાત કરી હતી. ફરહાનના એજ મિત્ર છે રિતેશ. એક્સેલ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા રિતેશ સિધવાણીની માતાનું નિધન થયું છે. ફરહાન અખ્તર અને રિતેશ સાથે મળીને એક્સેલ એન્ટરટેઈનમેન્ટની રચના કરી અને તેના હેઠળ ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી. આ દુઃખદ ઘડીમાં આખો અખ્તર પરિવાર રિતેશ સિધવાની સાથે જોવા મળ્યો હતો. સૈફ અને કરીના સહિત તમામ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. આ દુખની ઘડીમાં એક બાદ એક આખુ બોલીવુડ તેમના ઘરે ઉમટી પડ્યું હતું.
રિતેશ સિધવાણીની માતા લીલા સિધવાણીનું નિધન-
ફરહાન અખ્તરના સાળા રિતેશ સિધવાનીની માતા લીલુ સિધવાનીનું નિધન થયું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક અને પ્રખ્યાત નિર્માતા રિતેશ સિધવાનીની માતાએ શુક્રવારે, 17 મેના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. શ્રદ્ધાંજલિ આપવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓએ જોડાઈ. ફરહાન અખ્તર, જાવેદ અખ્તર, શિબાની દાંડેકર, રણવીર સિંહની બહેન, ઝોયા અખ્તર, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, આગંદ બેદીથી લઈને પુલકિત સમ્રાટ અને કરણ જોહર જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.
હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા-
એવું કહેવામાં આવ્યું હતું કે રિતેશ સિધવાનીની માતાએ હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ ઘડીમાં તેમનો આખો પરિવાર અને તમામ બોલિવૂડ સ્ટાર્સ તેમની સાથે છે.
આ સ્ટાર્સ પણ પહોંચ્યા-
રાકેશ ઓમપ્રકાશ મહેરા, ચંકી પાંડે, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સહિત ઘણા સ્ટાર્સ નિર્માતાની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર ઘણા સ્ટાર્સના વાહનો જોવા મળ્યા હતા.
રિતેશ સિધવાણીની માતા લીલાની પ્રાર્થના સભા-
રિતેશ સિધવાનીની માતા લીલાની પ્રાર્થના સભા સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. 18મી મે 2024ના રોજ બપોરે 3.30 કલાકે ક્વોન્ટમ પાર્ક ખાતે રાખવામાં આવેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સાંતાક્રુઝ હિન્દુ સ્મશાનગૃહમાં લગભગ 4.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો-
ફરહાન અખ્તર અને રિતેશની પહેલી ફિલ્મ દિલ ચાહતા હૈ હતી. પહેલી જ ફિલ્મને વર્ષ 2001માં નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારથી આજ સુધી આ જોડી સાથે કામ કરી રહી છે.
રિતેશ સિધવાનીનું અંગત જીવન-
રિતેશ સિધવાનીના અંગત જીવન વિશે વાત કરીએ તો તે સિંધી પરિવારમાંથી આવે છે. જેઓ માત્ર મુંબઈના રહેવાસી હોવાનું કહેવાય છે. નિર્માતાની પત્નીનું નામ ડોલી સિધવાણી છે અને બંનેને બે પુત્રો છે.
ફિલ્મોગ્રાફી-
નિર્માતા સિવાય તે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પણ કામ કરી રહ્યો છે. દિલ ચાહતા હૈ, લક્ષ્ય, ડોન, રોક ઓન, લક બાય ચાન્સ, કાર્તિક કોલિંગ કાર્તિક, ગેમ, જિંદગી ના મિલેગી દોબારા, ફુકરે, ગોલ્ડ, મિર્ઝાપુર થી મડગાંવ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.