સલમાન-ઐશ્વર્યાના પ્રેમમાં વિલન બન્યો હતો શાહરુખ, જાણો કેમ થઈ હતી લડાઈ
Bollywood Kissa: બોલીવુડમાં અનેક એવા કિસ્સાઓ અને કહાની છે જે ઓન સ્ક્રીન નહીં પણ ઓફ સ્ક્રીન હોય છે. રિલ લાઈફમાં નહીં પણ રિયલ લાઈફમાં હોય છે. જોકે, તેની ચર્ચા રિલ લાઈફ કરતા વધારે થતી હોય છે. આવો જ એક કિસ્સો છે સલમાન અને ઐશ્વર્યાના બ્રેકનો. જાણો શું હતો સમગ્ર મામલો, શાહરુખનું નામ પણ એમાં કેમ આવ્યું હતું ચર્ચામાં...
Salman Khan Story: આજે અમે તમારા માટે બી-ટાઉનના તે બે સ્ટાર્સની લવ સ્ટોરી લઈને આવ્યા છીએ. તેમની વચ્ચે અપાર પ્રેમ હોવા છતાં, તેમની લવ સ્ટોરી અધૂરી રહી ગઈ હતી. તેની પાછળ કિંગ ખાનને પણ કારણ માનવામાં આવે છે. વાસ્તવમાં, અમે બોલીવુડની સૌથી ફેમસ લવ સ્ટોરી એટલે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સ્ટોરી વિશે વાત કરી રહ્યા છીએ. એક સમય એવો હતો કે જ્યારે આ બંને સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે તેમને સમયની કોઈ પરવા નહોતી.
પરંતુ થોડા વર્ષો સુધી સાથે રહ્યા બાદ આ જોડી વચ્ચે એવો મતભેદ થયો કે આ વાર્તાનો અંત ખૂબ જ દર્દનાક આવ્યો. સમાચાર મુજબ, સલમાન અને ઐશ્વર્યાની વાર્તાનો પહેલો વિલન શાહરૂખ ખાન બન્યો હતો. કેવી રીતે..ચાલો જાણીએ....
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' દરમિયાન સલમાન અને ઐશ્વર્યા રાયનો પ્રેમ ખીલ્યો હતો. ત્યારે બંનેએ એક બીજા સાથે જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ તે પછી બંનેને ખબર ન હતી કે તેમનો સંબંધ લાંબો સમય ટકશે નહીં.
વાસ્તવમાં, તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે સલમાન ઐશને લઈને ખૂબ જ પઝેસિવ થઈ ગયો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે ઐશ્વર્યા રાયની જોડી ઘણી હિટ બની રહી હતી. બંનેએ મોહબ્બતેં અને દેવદાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જે સલમાનને પસંદ નહોતું.
આવી સ્થિતિમાં એકવાર જ્યારે ઐશ્વર્યા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ચલતે ચલતેનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન સલમાન ફિલ્મના સેટ પર પહોંચી ગયો અને ઐશ્વર્યા રાય સાથે મારપીટ કરવા લાગ્યો હતો. જ્યારે શાહરુખે બંને વચ્ચેની લડાઈ જોઈને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો તો સલમાન તેના બદલે શાહરુખ સાથે લડ્યો. કહેવાય છે કે આ ઘટના બાદ ઐશ્વર્યા આ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી અને રાનીએ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી.
સલમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તેના જીવનમાં જે પણ કંઈ ખરાબ ઘટનાઓ બની છે તેનું કારણ તે પોતે જ છે. તે બીજા કોઈને આના માટે દોષ આપવા માંગતો નથી. જેટલાં પણ લોકો તેના જીવનમાં આવીને પછી તેનાથી દૂર થઈ ગયા અથવા તો તેને છોડીને ચાલ્યા ગયા એ બધા જ લોકો સારા હતાં. તેની પોતાની ખરાબ બાબતોના કારણે જ તે લોકો તેને છોડીને ચાલ્યા ગયા છે.