સબા સાથે ઋતિક રોશન તો અર્સલાન સાથે દેખાઈ સુઝૈન, એક છત નીચે EX કપલે કરી પાર્ટી!
નવી દિલ્લીઃ બૉલીવુડના એક્સ કપલ ઋતિક રોશન-સુઝેન ખાન પોતાની લાઈફમાં આગળ વધી ચુક્યા છે. બંને તાજેતરમાં પોત પોતાના પાર્ટનર સાથે એક છત નીચે પાર્ટી કરતા જોવા મળ્યા. એક સમય એવો હતો કે ઋતિક રોશન અને સુઝાન ખાન બોલીવુડના પાવર કપલ તરીકે ગણાતા હતા. બંનેના અલગ થવાની ખબરોએ સૌ કોઈને હેરાન કરી દીધા છે. જો કે, આ કપલ એક સારા મિત્રોની જેમ રહ્યું છે અને તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ અલગ રહીને પણ સાથે જ છે. સુઝેન ખાને ગોવામાં નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. જેની ખુશીમાં તેણે એક પાર્ટી આપી. જેમાં એક જ છત નીચે ઋતિક રોશન અને તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જ સુઝેન ખાન અને તેનો કથિત બૉયફ્રેન્ડ અર્સલાન ગોની જોવા મળ્યા. આ ચારેયની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ ચારેય ગોવામાં એક પાર્ટીમાં જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં એક્સ કપલ્સ સુઝેન અને ઋતિકની તેમના કથિત પાર્ટનર સાથેની તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો છવાયેલી છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ તસવીરોમાં સુઝેન ખાન, અર્સલાન ગોની, ઝાયેદ ખાન, અભિષેક કપૂર અને ફરાહ અલી ખાન સહિતના લોકો જોવા મળ્યા.
આ સાથે જ સુઝેન ખાને ગોવામાં પાર્ટી કર્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની ફોટો રીલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચારેય એકસાથે મસ્તી કરતા જોવા મળ્યા. આ વીડિયો ઈન્સ્ટાપર શેર કરતા સુઝેને લખ્યું છે કે, જીવનની પ્રેસિયશ બ્લેસિંગ, સૌથી સારી ઉર્જાથી હંમેશા ઘેરાયેલા રહેવું છે. એક યુવતીને પોતાના સપના સાકાર કરવા માટે આખા ગામની જરૂર હોય છે. તો આ જાય છે મારા સૌથી બેસ્ટ વિલેજને. પોતાની પુરી તાકાત સાથે હંમેશા મારી સાથે રહેવા માટે ધન્યવાદ. હું તમે સૌને પ્રેમ કરું છું.