લગ્નના જોડામાંથી ક્યાં ગાયબ થઈ જતી હતી દુલ્હનો? કેમ ડર અને દહેશતમાં હતી ગામની દરેક દિકરી?
સતત કેમ ડર અને દહેશતમાં જ રહેતી હતી આખા ગામની દરેક યુવતીઓ? એટલું જ નહીં ગ્રામજનોમાં અને યુવતીઓના પરિવારજનો પણ કેમ સતત ચિંતામાં રહેતા હતા? દરેકના મનમાં એક જ સવાલ હતો કે, આખરે દુલ્હનો ક્યાં ગાયબ થઈ જાય છે? દુલ્હનોને લેવા અચાનક કોણ આવે છે?
નવી દિલ્લીઃ લગ્ન કરવાની ઈચ્છા દરેક યુવતીના મનમાં હોય છે. દરેક છોકરી નાનપણથી જ મોટી થઈને લગ્ન કરીને પોતાની સાસરે જશે તેવા સંસ્કાર આપણી પરંપરા મુજબ આપવામાં આવતા હોય છે. જેમાં તેને લગ્નમાં ભેટ સોગાતો આપીને તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. લગ્ન બાદ યુવતીને એક નવી જગ્યાએ, તદ્દન નવા લોકો નવા પરિવાર સાથે એક નવી એક અજાણી વ્યક્તિ સાથે તેને જીવનભર જીવન વિતાવવા માટે મોકલી દેવામાં આવે છે. ત્યારે તમને એમ કહેવામાં આવે કે લગ્ન માટે હોશે હોશે તૈયાર થયેલી છોકરી જ્યારે લગ્નના જોડામાં હોય અને ત્યાંથી તે ગાયબ થઈ જાય તો શું કહેશો....કંઈક આવું જ બનતું હતું એક ગામમાં. તેને કારણે ગામ લોકોમાં પણ સતત એનો ડર રહેતો અને અને દુલ્હનો દહેશતના ઔથાર હેઠળ જીવતી હતી. આ કહાની છે એક ફિલ્મની.
જીહાં આ કહાની છે હિન્દી સિનેમાની એક જાણીતી ફિલ્મની જેને જોઈને લોકો થરથર કાંપતા હતાં. ફિલ્મની કહાની સાંભળીને પણ યુવતીઓ ડરી જતી હતી. યુવતીના પરિવારજનો પણ આ પટકથાથી ગભરાઈ જતા હતા. જોકે, જેવી આ ફિલ્મ રૂપેરી પડદા પર આવી કે તેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં. આજથી બરાબર 44 વર્ષ પહેલા આવી જ એક હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં એક-બે નહીં પરંતુ 5 સુપરસ્ટાર હતા અને ફિલ્મનું બજેટ ઘણું ઓછું હતું. આટલું જ નહીં, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે લોકો તેને જોઈને ખૂબ ડરી ગયા હતા. જાણો આ ફિલ્મના બજેટ, નામ અને કલેક્શન વિશે.
70ની સુપરહિટ હોરર ફિલ્મ-
44 વર્ષ પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં એક એવો ભયાનક સીન બતાવવામાં આવ્યો હતો કે તે ફિલ્મ જોઈને લોકો ડરથી ધ્રૂજવા લાગ્યા હતા. આ ફિલ્મમાં એક અજાણ્યા વ્યક્તિના ડરનો પડછાયો બતાવવામાં આવ્યો છે જે લાલ વસ્ત્રમાં સજ્જ એક કન્યાનું અપહરણ કરે છે અને તેની હત્યા કરે છે. આ હોરર ફિલ્મમાં તે સમયના 5 સુપરસ્ટાર હતા. જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે લોકો આ ફિલ્મ જોવા માટે ઘણા દિવસોથી થિયેટરની બહાર લાઈનો લગાવતા હતા. 70ના દાયકામાં આવેલી આ ફિલ્મને રાજકુમાર કોહલીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ તે સમયની સૌથી હિટ હોરર ફિલ્મ હતી, જેમાં એક્શન, રોમાંસની સાથે સાથે ડરનો એવો સીન બતાવવામાં આવ્યો છે કે ફિલ્મ જોયા બાદ લોકો પરસેવો છૂટી ગયા હતા.
તે સમયે આ ફિલ્મમાં એક-બે નહીં પરંતુ પાંચ સ્ટાર્સ હતા. જેમાં સુનીલ દત્ત, સંજીવ કુમાર, જિતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને વિનોદ મહેરાના નામ સામેલ છે. બીજી તરફ હીરોઈનોની વાત કરીએ તો રીના રોય, રેખા, નીતુ સિંહ અને બિંદિયા ગોસ્વામી હતા. આ ફિલ્મનું નામ 'જાની દુશ્મન' છે. આ ફિલ્મ એક રાક્ષસની આસપાસ ફરે છે જે લાલ દુલ્હનના પોશાકમાં સજ્જ મહિલાઓનું અપહરણ કરીને હત્યા કરે છે. તે આવું કેમ કરે છે અને કેવી રીતે કરે છે, તે ફિલ્મમાં ખૂબ જ રસપ્રદ રીતે શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું એક ગીત જબરજસ્ત હિટ રહ્યું હતું. આ ગીતના બોલ છે- 'ચલો રે ડોલી ઉઠાવો કહાર...' ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મનું બજેટ લગભગ 1.3 કરોડ હતું, જેણે તે સમયે બોક્સ ઓફિસ પર 9 કરોડની કમાણી કરી હતી.