નવી દિલ્લીઃ બોલીવુડની વધુ એક અભનેત્રીને બ્રેસ્ટ કેન્સર થયું છે. પરદેશ ફિલ્મ કરીને ફેમસ થયેલી અભિનેત્રી મહિમા ચૌધરીએ આ ન્યૂઝ તેના ચાહકો સાથે શેર કર્યા છે. જેનાથી ચાહકો આઘાતમાં છે. બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિમા ચૌધરીનો આખો લૂક બદલાઈ ગયો છે. તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે. ઉલ્લેખનીય છેકે, મહિમા ચૌધરી એક અભિનેત્રી હોવાની સાથો-સાથ સુપરસ્ટાર સલમાન ખાનની ખુબ સારી ફ્રેન્ડ પણ છે. અગાઉ જ્યારે વિવિધ કેસમાં સલમાન ખાનને જેલમાં જવું પડયું હતું ત્યારે મહિમા અવારનવાર તેના ખબરઅંતર પૂછવા માટે જતી હતી. તેમની દોસ્તી એટલી ક્લોઝ છેકે, સલમાને મહિમાને ઘણી બીગ બજેટ ફિલ્મમાં હીરોઈન તરીકે રોલ પણ અપાવ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એક વીડિયો પોસ્ટ કરીને બોલીવુડના પીઢ અભિનેતા અનુપમ ખેરે મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર હોવાના ખબર તેના ચાહકોને આપ્યા છે. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર મહિમા ચૌધરીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે મહિમાની બીમારીની માહિતી આપી છે અને તેની લડતની પ્રશંસા કરી તેને હીરો ગણાવી છે.


 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Anupam Kher (@anupampkher)


 


બ્રેસ્ટ કેન્સરના કારણે મહિમા ચૌધરીનો આખો લૂક બદલાઈ ગયો છે. પોતાના વાંકડિયા વાળ અને સ્માઈલના કારણે જાણીતી મહિમા ચૌધરી આજે અલગ જ જોવા મળી રહી છે. મહિમાને કેન્સર થયાની ખબરથી ચાહકો ઉદાસ થઈ ગયા છે. ચાહકો તે જલ્દી જ સાજી થઈ જાય તેવી દુઆ કરી રહ્યા છે.