નવી દિલ્લીઃ શિલ્પા શેટ્ટી બોલીવુડની હોટ ગર્લમાંથી એક માનવામાં આવે છે. શિલ્પા આજે પણ પોતાનો 47મો બર્થ ડે મનાવી રહી છે. તેમ છતાં આજે પણ તે શિલ્પા પોતાના હોટ ફિગર અને ફિટનેસ માટે ફેમસ છે. જન્મદિવસ પર શિલ્પા શેટ્ટીએ પોતાની જાતને એક હરતું ફરતું ઘર ગિફ્ટ કર્યું. જેની અંદરની તસવીરો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આવી સુવિધાઓ તો તમારા ઘરમાં પણ નહીં હોય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાની જાતને એક લક્ઝુરિયસ વેનિટી વેન ગિફ્ટ કરી છે. જેમાં ખાસ યોગ માટે જગ્યા ડિઝાઈન કરવામાં આવી છે. ફિટનેસ માટે શિલ્પાનો પ્રેમ સૌને ખબર જ છે. ત્યારે તેમાં એક સ્ટેપ આગળ જઈને શિલ્પાએ હવે વેનિટીમાં પણ એવી વ્યવસ્થા કરી છે કે તે યોગ કરી શકે.  જન્મદિવસ પર શિલ્પાએ પોતાની જાતને આ ભેટ આપી છે. જેવી ઈન્ડસ્ટ્રીમાં કોઈ પાસે નથી.


આ વૈભવશાળી વેનિટી વાન ખાસ શિલ્પા શેટ્ટી કુંદ્રા માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં કિચન છે. બાથરૂમ છે, જેમાં હેર વૉશ કરવાની ખાસ વ્યવસ્થા છે. સાથે યોગા ડેક છે. જ્યાં શિલ્પા યોગ કરી શકે છે. એટલે કે જ્યાં તેની વેનિટી હશે ત્યાં શિલ્પા યોગ કરી શકશે. વેનિટીમાં એકદમ ઝાકમઝોળ વાળો મેકઅપ રૂમ પણ છે.


શિલ્પા શેટ્ટીનો સિતારો હાલ ચમકી રહ્યો છે. ઓટીટી હોય કે ટીવી, દરેક પ્લેટફોર્મ પર તે સફળતા મેળવી રહી છે. સાથે જ તે પોતાની ફિટનેસ એપ પણ બનાવી ચુકી છે. હવે શિલ્પા શેટ્ટી ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. જે જુન 17ના રિલીઝ થવા જઈ રહી છે. 15 વર્ષ બાદ રિલીઝ થવા જઈ રહેલી શિલ્પાની આ ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.