બીજી પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી ટેન્શનમાં કેમ હતી આ હીરોઈન? મહિનાઓ સુધી બ્લડીંગ, ખર્ચાળ ટેસ્ટ, પછી...
પ્રથમ વખતે 2 IVF અને ત્રણ IUIs સારવાર કરાવી.. જો કે તે નિષ્ફળ રહી હતી. પરંતુ આ વખતે દેબીના કુદરતી રીતે ગર્ભધારણ કરી ચૂકી છે, દેબીના બેનર્જીએ ખુલાસો કર્યો છે કે તેને બીજી પ્રેગ્નન્સી વિશે કેવી રીતે ખબર પડી અને આ સમય દરમિયાન તે કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ.
નવી દિલ્લીઃ ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી બીજી વખત માતા બનવાની છે. માત્ર 4 મહિના પહેલા જ તેમને પહેલું સંતાન થયું હતું. ઘણા પ્રયત્નો પછી દેબીનાને પહેલું બાળક થયું. 5 વર્ષથી બેબી પ્લાનિંગ પ્રયાસ કરી રહ્યા હતા..પણ જુઓ આને નસીબ કહેવાય કે પહેલા બાળકના જન્મના 4 મહિના પછી દેબીના બીજી વખત પ્રેગનેન્ટ થઈ.. પ્રથમ વખતે 2 IVF અને ત્રણ IUIs સારવાર કરાવી.. જો કે તે નિષ્ફળ રહી હતી. પરંતુ આ વખતે દેબીના કુદરતી રીતે ગર્ભધારણ કરી ચૂકી છે, દેબીના બેનર્જીએ ખુલાસો કર્યો છે કે તેને બીજી પ્રેગ્નન્સી વિશે કેવી રીતે ખબર પડી અને આ સમય દરમિયાન તે કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ.
દેબીના બેનર્જીએ કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે તો તે ચોંકી ગઈ હતી. દેબીના ખુબ ખુશ છે. દેબિનાએ કહ્યું- લોકોને જે વિચારવું હોય તે વિચારે... આ એક ચમત્કાર છે. છેલ્લા 5-7 વર્ષથી હું એ વિચાર સાથે જીવી રહી હતી કે મારા શરીરે કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. મારું શરીર એટલું સક્ષમ નથી. મને એન્ડોમેટ્રિઓસિસ હતો. જે મારા કુદરતી ગર્ભધારણમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો. સૌથી મોટી સમસ્યા એ હતી કે મારા ગર્ભાશયની લાઇનિંગ ક્યારેય યોગ્ય રીતે બનતી ન હતી.
જ્યારે દેબીનાને ખબર પડી કે તે ફરીથી મા બનવા જઈ રહી છે ત્યારે તેણે તેના પતિ ગુરમીત ચૌધરીને કહ્યું કે ક્યારે તેના મનમાં નહોતું કે તે કુદરતી રીતે પ્રેગનેન્ટ થશે..અમે ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી તો ડૉક્ટરો પણ ચોંકી ગયા. પછી તરત જ મારી તપાસ કરવામાં આવી. પછી દેબીનાનું નાનું સ્કેન થયું ત્યાં બાળકના ધબકારા સંભળાયા. બીજા દિવસે દેબિનાની પ્રેગ્નન્સી સ્કેન કરવામાં આવી અને તેના સારા સમાચારની પુષ્ટિ થઈ. દેબીનાનું માનવું છે કે જો આપણે આપણા શરીરને થોડી જગ્યા આપીએ, તેના પર દબાણ ન કરીએ, તો આપણું શરીર બધું જ કરવા સક્ષમ છે.
તેણે કહ્યું કે બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તેને પહેલા ત્રિમાસિકમાં ખૂબ જ બ્લીડિંગ થયું હતું, તેના મગજમાં ક્યારેય પ્રેગ્નન્સી વિશે વિચાર આવ્યો ન હતો. દેબિના કહે છે- જ્યારે પણ મેં પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગ વિશે ગૂગલ પર સર્ચ કર્યું, તો તેના પરિણામમાં હંમેશા મિસકેરેજ જોવા મળ્યું. મારી ગર્ભાવસ્થા રક્તસ્રાવને લઈને સામાન્ય દેખાતી હતી અને ડૉક્ટરો પણ મૂંઝવણમાં હતા. પછી મારું સ્કેન કરવામાં આવ્યું.
ડેબિના 35 વર્ષની છે. 12મા અઠવાડિયાની શરૂઆતમાં,ઘણા સ્કેન અને રક્ત પરીક્ષણો કર્યા. 60 હજારનો ખર્ચાળ બ્લડ ટેસ્ટ થતો હતો જે હવે 16 હજારમાં થાય છે. સદનસીબે રિપોર્ટ નોર્મલ હતો. પછી દેબીનાએ રાહતનો શ્વાસ લીધો. દેબીનાની તબિયત હવે સુધરી રહી છે અને તે પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે.