સિનેમાના આ સિતારાઓ છે શાનદાર સિંગર, ઘણી ફિલ્મોમાં જાતે ગાઈ ચૂક્યા છે ગીત
These Bollywood stars are great singers: બોલીવુડના ઘણા સ્ટાર એવા છે જેમને માત્ર એક્ટિંગમાં જ નહીં પણ સિંગિંગમાં પણ પરફેક્ટ છે. ઘણા બધા એક્ટર એવા છે જેમના વિશે લગભગ કોઈકને જ જાણકારી હશે કે તેઓ સારા સિંગર પણ છે અને અનેક ફિલ્મોમાં ગીત ગાઈ ચૂક્યા છે.
These Bollywood stars are great singers: કોઈ ફિલ્મમાં જો શાનદાર સોન્ગ હોય તો તે ફિલ્મ હિટ થવાના ચાન્સ વધી જાય છે. અને જ્યારે તે વાતની ખબર હોય કે, ફિલ્મમાં એક્ટિંગ કરાનારા સ્ટારે જ સોન્ગ ગાયું છે તો હિટ થવાની સંભાવના વધી જાય છે. બોલીવુડમાં ઘણા એવા સ્ટાર છે જેમની એક્ટિંગ તો દમદાર છે જ પણ સાથે તેમનો અવાજ પણ શાનદાર છે. અને એ જ કારણે અમુક ફિલ્મોમાં આ સ્ટારે પોતાના સોન્ગ જાતે ગાયા છે. કિશોર કુમાર, સલક્ષણા પંડિત જેવા ઘણા સ્ટાર એવા છે જેમને જે ખુદની માટે જ નહીં પણ બીજા માટે પણ ગીત ગાય છે. પણ અહીંયા જે સ્ટારની વાત થઈ રહી છે તેમને અમુક ફિલ્મોમાં માત્ર પોતાના માટે જ સોન્ગ ગાયા છે. આમિર ખાન, સલમાન અને અક્ષય પોતાની ફિલ્મમાં સોન્ગ ગાય ચૂક્યા છે. ત્યારે અમે તમને જણાવીશું એવા સ્ટાર વિશે જેમને પોતાની ફિલ્મમાં ખુદ માટે સોન્ગ ગાયું.
બોલીવુડના અનેક સ્ટાર ગાઈ ચૂક્યા છે સોન્ગ-
બોલીવુડના ઘણા સ્ટાર એવા છે જેમને માત્ર એક્ટિંગમાં જ નહીં પણ સિંગિંગમાં પણ પરફેક્ટ છે. ઘણા બધા એક્ટર એવા છે જેમના વિશે લગભગ કોઈકને જ જાણકારી હશે કે તેઓ સારા સિંગર પણ છે અને અનેક ફિલ્મોમાં ગીત ગાઈ ચૂક્યા છે.
આલિયા ભટ્ટ-
બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ સારી એક્ટરની સાથે સાથે શાનદાર સિંગર પણ છે. તેમને મેન તેન્નુ સમજોતાનું ફીમેલ વર્ઝન જાતે ગાયું છે. આ સોન્ગમાં લોકોએ તેમના અવાજને પસંદ કર્યો. તે બાદ તેમને હાઈવે અને ઉડતા પંજાબમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.
અનિલ કપૂર-
અનિલ કપૂરે ચમેલી કી શાદીમાં સોન્ગ ગાયું છે. તેમને પિલ્મ હમારા દિલ આપકે પાસ હૈમાં પણ હેમા સરદેસાઈ અને સોનાલી બેન્દ્રેની સાથે મળીને ગીત ગાયું છે. અનિલ કપૂરનું સિંગિંગ ખૂબ જ સારું છે.
ફરહાન અખ્તર-
ફરહાન અખ્તર મલ્ટી ટેલેન્ટેડ છે. ફિલ્મ બનાવવાથી માંડીને એક્ટિંગ અને સિંગિંગમાં પણ તે પરફેક્ટ છે. રોક ઓનમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની સફળતા બાદ ફરહાને અનેક ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો.
પ્રિયંકા ચોપડા જોનસ-
બોલીવુડની આ એવી દેસી ગર્લ છે જેને માત્ર બોલીવુડમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોપ સિંગિંગ કર્યું છે. તેમને પિટબુલ જેવા શીર્ષ આંતરરાષ્ટ્રીય સિંગરની સાથે કામ કર્યું છે અને 3 પોપ સોન્ગ ગાયા છે. મે તુમ્હે પ્યાર નહીં કર સકતા ગીત ગાયું છે જ્યારે આ પહેલાં ફિલ્મ મેરી કોમ સિવાય દિલ ધડકને દોમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે.
શ્રદ્ધા કપૂર-
શ્રદ્ધા કપૂરે પોતાની ફિલ્મ એક વિલેનમાં સોન્ગ ગાયું છે. જે સોન્ગ ખૂબ જ હિટ રહ્યુ હતું. તેરી ગલિયામાં ફીમેલ સિંગર શ્રદ્ધા કપૂર જ હતી. તે પછી તેમને પોતાની ફિલ્મ રોક ઓન 2માં પોતાના દરેક સોન્ગમાં અવાજ આપ્યો. લોકોએ તેમનો અવાજ ખૂબ પસંદ કર્યો.
સોનાક્ષી સિંન્હા-
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમને ફિલ્મ તેવરથી સિંગિંગની શરૂઆત કરી અને તે પછી એક સંગીત વીડિયો પણ જાહેર કર્યો.