Ranveer Singh luxurious Gym Vanity: ગત મહિને જ રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદાર આવી હતી. ભલે આ ફિલ્મ ચાલી ના હોય પણ તેમના ફેન્સ તેમને ખુબ પ્રેમ કરે છે. તેમની ફિટનેસ જોઈને લોકો તેમના ફેન થઈ જતા હોય છે. રણવીરસિંહ ખુદ ફિટનેસ અને પરફેક્ટ બોડીને લઈને ખુબ સચેત રહે છે.  તેમની ફિલ્મોમાં પણ રણવીર બૉડીને ફ્લૉન્ટ કરતા પણ જોવા મળતા હોય છે. રણવીર ઈન્ડસ્ટ્રીમાં તે સ્ટાર્સમાંથી એક છે જે ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. પછી તે કોઈ ફિલ્મમાં અભિનયની હોય કે પછી નોર્મલ દિવસોની. રોજે રોજ જીમમાં વર્કાઉટ રણવીર મીસ નથી કરતાં. વર્કાઉટ માટે રણવીરે એક લકઝરી જીમ વેનિટી પણ તૈયાર કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


રણવીર એટલે ફિટનેસ ફ્રીક છે કે તેઓએ પોતાના માટે એક સ્પેશિયલ જિમ વેનિટી વાન તૈયાર કરી છે. જ્યારે તે શૂટિંગ પર હોય છે ત્યારે તે વેનિટીને સાથે જ લઈને જાય છે. જેથી કરીને તે સ્થળ પર ફિટનેસ માટ થઈને વર્કાઉટ કરી શકે. તસવીરોમાં આપ લક્ઝરી લૂક જોઈ શકો છો. 


આ બૉલીવુડની પ્રથમ જીમ વેનિટી વાન છે જેના માલિક ખુદ રણવીર સિંહ છે. આ વેનિટીને રુપિન સુચકે ડિઝાઈન કરી છે. તે એક સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. જેઓએ અનેક સ્ટાર્સના ઘર, ઑફિસ અને મૂવી સેટ્સ ડિઝાઈન કર્યા છે. રણવીર સિંહે આ વેનિટી વાન માટે બેટમેનના ગેરેજથી પ્રેરણા લીધી છે. કારણ કે રણવીર સિંહ બેટમેન બ્રૂસ વેનના ગેરેજથી મળતી વેનિટી ઈચ્છતા હતા. બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ ઈચ્છે છે કે તેમની જીમ વેનિટીમાં બધી જ સુવિધા હોય સાથે જ સ્પેસ પણ એટલી જ હોય. આ તસવીર જોઈને આપ સમજી શકો છો કેટલી શાનદાર છે આ વેનિટી. 


રણવીર સિંહે વેનિટીમાં જે મશીનો લગાવ્ય છે તે સલમાન ખાનની બ્રાન્ડ બીઈન્ગ સ્ટ્રોગના છે. તેમા ડમબેલ રેક, બેસવા માટે બેન્ચ, સ્ટ્રેચિંગ માટેના મશીન પણ છે. આ સાથે જ એક મોટી ટીવી સ્ક્રિન પણ છે. તેમજ બાથરૂમ પણ છે. આ જીમ વેનિટી તૈયાર કરવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો. અને તેનો ખર્ત 80 લાખ રૂપિયા.