Hindi Movies On OTT: જો તમે સપ્તાહના અંતે ઘરે આરામથી બેસીને આનંદ લેવાના મૂડમાં હોવ, તો તાજેતરમાં OTT પર રિલીઝ થયેલી ફિલ્મો તમારી યોજનામાં થોડો મસાલો ઉમેરી શકે છે. હા... આ અઠવાડિયે ઘણી બોલિવૂડ મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ છે. નવી ફિલ્મોની યાદીમાં શાહરૂખ ખાનની 'પઠાણ' અને યામી ગૌતમની 'ચોર નિકલ કે ભાગા'નો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોર નિકલ કે ભાગા: યામી ગૌતમ અને સની કૌશલની નવી ફિલ્મ 'ચોર નિકલ કે ભાગા' 24 માર્ચે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. થ્રિલર ફિલ્મમાં યામી, સનીની સાથે શરદ કેલકર સાથે અનેક શ્રેષ્ઠ કલાકારો પણ જોવા મળે છે.


પઠાણ: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સિનેમાઘરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર ધૂમ મચાવી રહી છે. પઠાણ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે..



ધ નાઈટ એજન્ટ: રોમાંચક વેબ સિરીઝ અને મૂવીઝ તમારું મનોરંજન કરે છે, તો પછી તમે ચોક્કસપણે નવી સીરીઝ 'ધ નાઈટ એજન્ટ' જોઈ શકો છો. આ સીરીઝ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.


કંજુસ મક્કીચુસ: કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠીની કોમેડી ફિલ્મ 'કંજુસ મક્કીચુસ' OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ છે. દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.


ઓલ ધ બ્રીથ્સ: ઓલ ધ બ્રીથ્સ ઓસ્કાર 2023માં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.


આ પણ વાંચો:
રાશિફળ 26 માર્ચ: મેષ સહિત આ રાશિના જાતકોને ગ્રહ ગોચર કરાવશે લખલૂટ લાભ
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ

WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube