નવી દિલ્હી: બોલીવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (coronavirus)ની ચપેટમાં આવી ચૂકી છે. તે કોર્ના વાયરસનો રિપોર્ટમાં પોઝિટીવ આવી છે. તમને જણાવી દઇએ કે 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી અને એરપોર્ટ પર કર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં છુપાઇને નિકળી ગઇ હતી. લખનઉના મહાનગરમાં હાલ ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં તેમને 100થી વધુ લોકોએ પાર્ટી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ આજે કોરોના ટેસ્ટમાં તે પોઝિટીવ જોવા મળી છે. કનિકા કપૂર લખનઉની તાજ હોટલમાં પણ ગઇ હતી. પાર્ટીમાં તમામ મોટા ઓફિસરો અને ઘણા નેતા સામેલ હતા. સમગ્રમાં એપાર્ટમેન્ટમાં હડકંપ છે. દરેક જણ ડરેલું છે. નોકર ચાકર અને પાર્ટી કેટરરના તમામ કર્મી પણ દહેશતમાં છે. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ (CoronaVirus)ની અસર દુનિયાભરમાં નજર પડે છે. ચારેય તરફ આ વાયરસને લઇને હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસને જોતાં સરકારે ઘણા રાજ્યોના સિનેમાઘરો અને સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બોલીવુડથી હોલીવુડ સુધી ઘણી ફિલ્મોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે અને ફિલ્મી રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં બોલીવુડ સેલેબ્સ પણ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના ફેન્સને કોરોનાથી બચવાની સલાહ આપતી જોવા મળે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube