નવી દિલ્હી: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કર્યા બાદ તેની સળગાવીને હત્યા કરનારા ચારેય આરોપીઓને સ્થાનિક પોલીસે શુક્રવારે સવારે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ચારેય આરોપીઓને તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, પરંતુ અહીંથી તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓને પોલીસ પર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં તેમને ઠાર માર્યા હતા. આ સમાચાર આજે સવારે આગની માફક ફેલાયા તો બોલીવુડ સેલેબ્સ પણ તેના પર પોતાનો મત રજૂ કરી રહ્યા છે. 


અભિનેતા ઋષિ કપૂરે પોતાના ટ્વિટમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું- Bravo Telangana Police. My congratulations!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube