ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે.. લોકડાઉન દરમિયાન ફિલ્મોની શુટિંગ બંધ રહી તો કેટલીક ફિલ્મો રિલીઝ માટે તૈયાર હોવા છતાં દર્શકોની સામે આવી શકી નહીં... બીજી લહેર બાદ કેસો નિયંત્રિત થતા મહારાષ્ટ્ર સિવાયના અન્ય રાજ્યોમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર શરૂ કરવાની પરવાનગી મળી... ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ ખુલશે જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી રાહત મળશે તેવું મનાઈ રહ્યું છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડમાં મોટાભાગના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટેની ડેટ નક્કી કરી દીધી છે. બિગ બજેટ ફિલ્મોનું મોટાભાગે શુટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ફિલ્મો રિલીઝ માટે તૈયાર પણ છે. દિવાળીમાં અક્ષયકુમારની બિગ બજેટ ફિલ્મ 'સુર્યવંશી' રિલીઝ થશે. આ સિવાય રણવીર સિંહની 83, રણબીર કપૂરની શમશેરા, આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી, અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજ અને અતરંગી કે અને શાહિદ કપૂરની જર્સી રિલીઝ માટે તૈયાર છે. આ સિવાય બીજી અનેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે.

પ્રોડ્યુસર અને કલાકારોને ડર સતાવી રહ્યો છે કે જો ફિલ્મો રિલીઝ કરી અને તે બિલ્કુલ નહીં ચાલે તો... અક્ષય કુમારની 'બેલબોટમ' અને કંગના રનૌતની 'થલાઈવી' ને બોક્સઓફિસ પર જોઈએ તેવી સફળતા મળી નહીં અને તેનું મહત્વનું કારણ છે મહારાષ્ટ્રમાં સિનેમાઘરો બંધ હોવા.. આ વર્ષ કરતા વર્ષ 2022ને લઈ ફિલ્મ મેકર્સે નવી ફિલ્મો રિલીઝ કરવાનું મન બનાવ્યું છે. આગામી 26મી જાન્યુઆરીથી લઈને હોળી, ઈદ,15 ઓગસ્ટ, દિવાળી અને ક્રિસમસ સુધીની ડેટ જાહેર થઈ ચુકી છે. નિષ્ણાતોના મતે જો કોરોનાની ત્રીજી લહેર નહી આવે તો વર્ષ 2022 ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ લકી સાબિત થશે...


મલ્ટીપ્લેક્સમાં ફૂંકાશે પ્રાણ:
વર્ષ 2022ની ધમાકેદાર શરૂઆત આલિયા ભટ્ટની ફિલ્મથી થશે... 6 જાન્યુઆરીએ મચ અવેઈટેડ 'ગંગુબાઈ કાઠિયાવાડી' સાઉથના સુપરસ્ટાર પ્રભાસ કરશે...14 જાન્યુઆરીએ પ્રભાસની 'રાધે શ્યામ' ફિલ્મ રિલીઝ થશે, ત્યાંજ 26મી જાન્યુઆરીએ અક્ષયકુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' રિલીઝ થશે.. આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ ગયું અને પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યુ છે. હોળી પર રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થશે...14 એપ્રિલે કન્નડ સ્ટાર યશની KGF CHEPTER 2 રિલીઝ થશે.  ઈદ પર સલમાન ખાનની હિટ ફ્રેન્ચાઈઝી ટાઈગર-3 રિલીઝ થઈ શકે છે. હાલ ફિલ્મની શુટિંગને લઈ કોઈને કોઈ ખબર આવતી રહે છે.રાજમૌલીની બિગ બજેટ ફિલ્મ 'RRR' પણ તે જ દિવસોમાં રિલીઝ થઈ શકે છે. 15 ઓગસ્ટે પ્રભાસની માઈથોલોજિકલ ફિલ્મ 'આદિપુરૂષ' રિલીઝ થશે. ગાંધી જયંતિ કે દશેરાની રિલીઝ ડેટ પર રિતીક રોશનની 'વિક્રમ વેધા' અને રણબીર કપૂરની 'એનિમલ' વચ્ચે ટક્કર રહેશે. દિવાળીમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને અક્ષય કુમારની ફિલ્મ વચ્ચે ટક્કર થશે. તો ક્રિસમસ પર ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત'નો પહેલો ભાગ રિલીઝ થશે..