પાન-સિગારેટની હતી આદત, વિલન હોવા છતાં હીરોને પણ આંટી મારે તેવો રૂતબો, આ કલાકારને ઓળખ્યા તમે?
શાતિર ચહેરા પર આવતા ભાવ હીરોઈનોને પણ થથરાવી દે તેવા હતા. આ વિલન ખલનાયિકી સાથે અનેક હિટ ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે પણ જોવા મળ્યા અને હીરો કરતા વધુ ફૂટેજ લઈ ગયા. આ વિલનને જો તમે હજુ પણ ન ઓળખી શક્યા હોવ તો તમારે ચાલીસ અને પચાસના દાયકાની ફિલ્મોને યાદ કરવાની જરૂર છે. સાડી પહેરેલી મહિલાના વેષમાં આ વિલનને તમે ઓળખ્યા?
બોલીવુડમાં બનનારી ફિલ્મોમાં પહેલા હીરો હીરોઈન સાથે વિલનનું પણ મહત્વ રહેતું. પરંતુ 40 અને 50ના દાયકામાં એક વિલને બોલીવુડ પર એ હદે કબજો કર્યો હતો કે તે લગભગ દરેક ફિલ્મમાં વિલન તરીકે જોવા મળતો અને તે પણ એકદમ દમદાર પાત્રમાં. તેના શાતિર ચહેરા પર આવતા ભાવ હીરોઈનોને પણ થથરાવી દે તેવા હતા. આ વિલન ખલનાયિકી સાથે અનેક હિટ ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે પણ જોવા મળ્યા અને હીરો કરતા વધુ ફૂટેજ લઈ ગયા. આ વિલનને જો તમે હજુ પણ ન ઓળખી શક્યા હોવ તો તમારે ચાલીસ અને પચાસના દાયકાની ફિલ્મોને યાદ કરવાની જરૂર છે. સાડી પહેરેલી મહિલાના વેષમાં આ વિલનને તમે ઓળખ્યા?
કોણ છે આ સુંદર મહિલા
જો તમે પણ ન ઓળખી શકતા હોવ તો અમે તમારી મદદ કરીએ. સાડીમાં જોવા મળી રહેલી આ સુંદર મહિલા હકીકતમાં બોલીવુડના શાનદાર વિલન પ્રાણ સાહેબ છે. જી હા એ જ પ્રાણ સાહેબ જે સદાબહાર ફિલ્મોમાં જોવા મળે છે. પોતાના દમદાર અવાજ અને તીખી નજરથી બધાને હચમચાવી દેતા. એક સમય હતો જ્યારે પડદા પર તેમનું ખંધુ હાસ્ય અને ઘૂરતી આંખો જોઈને લોકો ડરી જતા હતા. તેમના સમયમાં લોકોએ પોતાના બાળકોનું નામ પ્રાણ રાખવાનું પણ બંધ કરી દીધુ હતું. તે સમયે પ્રાણનો અભિનય એટલો જોરદાર જોવા મળતો કે હીરો તેમની સાથે ફિલ્મ કરતા પણ ખચકાતા હતા. જંજીર, ડોન, રામ ઔર શ્યામ, કાશ્મીર કી કલી, બોબી, કાલિયા, ઉપકાર, શરાબી અને મિલન જેવી સુપરહીટ ફિલ્મો દ્વારા પ્રાણ સાહેબે પોતાની શાનદાર એક્ટિંગથી બધાને ચોંકાવ્યા હતા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube